આજના સમયમાં ક્રેડિટ કાર્ડ (Credit Card) એ આપણાં જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. જેમાં આપના દ્વારા કરવામાં આવેલ ચૂકવણી, ખરીદી, ક્રેડિટ બેલેન્સ, રિવોર્ડ પોઇન્ટ વગેરે વિશેની માહિતી શામેલ હોય છે. ક્રેડિટ કાર્ડનું સ્ટેટમેન્ટ માસિક હોય છે અને કાર્ડના બિલિંગ સાઇકલના અંતમાં જનરેટ થાય છે. જો કે તે સમયગાળા માટે કોઈ જ સ્ટેટમેન્ટ રજૂ નથી કરી શકાતું, જેમાં કોઈ જ ટ્રાન્ઝેક્શન અથવા બાકી રકમ ન હોય. તમને જણાવી દઈએ કે આ જાણકારી વાંચવી આપની માટે ફાયદાકારક હોઈ શકે છે. કારણ કે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ (Credit Card statement) ના આધારે ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડ બિલમાં થયેલી કોઇ પણ પ્રકારની ગરબડ પર નજર રાખી શકે છે.

સ્ટેટમેન્ટમાં અનેક જાણકારીઓ ઉપલબ્ધ હોય છે
ક્રેડિટ કાર્ડના સ્ટેટમેન્ટમાં અનેક જાણકારીઓ ઉપલબ્ધ હોય છે. આ સ્ટેટમેન્ટના આધારે ગ્રાહક પોતાના ક્રેડિટ કાર્ડ બિલમાં થયેલી કોઇ પણ પ્રકારની ગરબડ પર નજર રાખી શકે છે. ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટને વાંચવાથી આપ શંકાસ્પદ લેણદેણ વિશે પણ જાણી શકો છો.
ખર્ચાઓ પર પણ કંટ્રોલ કરી શકાય
આ સ્ટેટમેન્ટને ધ્યાનથી વાંચતા આપણે તમામ થયેલા ખર્ચને પણ ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ અને પોતાના ખર્ચામાં થોડો કાપ પણ મૂકી શકીએ છીએ. આ સાથે ક્રેડિટ કાર્ડ સ્કોરની જાણકારી પણ રાખી શકીએ છીએ જેથી આપ વધારે લોનથી પણ બચી શકો છો અને વધારે ક્રેડિટ સ્કોર પણ ના થઇ જાય.

આ રીતે સમજો ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ….
પેમેન્ટ ડ્યુ ડેટ : આ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણીની છેલ્લી તારીખ છે. આ તારીખ બાદ કરવામાં આવેલા પેમેન્ટ પર બે પ્રકારના ચાર્જ લાગે છે. પહેલાં આપે બાકી રકમ પર વ્યાજની ચૂકવણી કરવી પડે છે અને લેટ પેમેન્ટ પર ફી આપવી પડે છે.
મિનિમમ એમાઉન્ટ ડ્યુ : આ બાકી રકમની ટકાવારી હોય છે (લગભગ 5 ટકા) અથવા સૌથી ઓછી રકમ હોય છે (કંઇક 100 રૂપિયા) જેવી લેઇટ ફીને બચાવવા માટે આપવાની હોય છે.
ટોટલ આઉટસ્ટેન્ડિંગ : આપે દર મહીને બાકી રકમની ચૂકવણી કરવી જોઇએ, જેનાથી કોઇ જ વધારાનો ચાર્જ નહીં લાગે. કુલ રકમમાં તમામ EMI શામેલ હોય છે, જેની સાથે બિલિંગ સાઇકલમાં લાગેલા ચાર્જ હોય છે.

ગ્રેસ પીરિયડ : પેમેન્ટ ડેટ ડ્યુના ખતમ થયા બાદ 3 મહીનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે. ગ્રેસ પીરિયડ બાદ ચૂકવણી ના કરવા પર લેટ પેમેન્ટ પેનલ્ટી લગાવવામાં આવે છે.
ક્રેડિટ લિમિટ : ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં આપને ત્રણ પ્રકારની લિમિટ મળશે. જેમાં કુલ ક્રેડિટ લિમિટ, ઉપલબ્ધ ક્રેડિટ લિમિટ અને કેશ લિમિટ.
ટ્રાન્ઝેક્શન ડિટેઇલ્સ : આ સેક્શનમાં આપના ક્રેડિટ કાર્ડ ખાતામાં કેટલાં પૈસા આવ્યાં અને કેટલો ખર્ચ થયો તેની સંપૂર્ણ જાણકારી હોય છે.
રિવોર્ડ પોઇન્ટ બેલેન્સ : ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં આપને અત્યાર સુધીમાં જમા કરવામાં આવેલ રિવોર્ડ પોઇન્ટ્સની સાથે તેનું સ્ટેટસ પણ દેખાશે. અહીં આપને એક ટેબલ જોવા મળશે કે જેમાં પાછલા ચક્રમાંથી ઇનામ પોઇન્ટની સંખ્યા, વર્તમાન બિલ્ડિંગ ચક્રમાં કમાવવામાં આવેલા પોઇન્ટ્સ અને ખતમ થઇ ગયેલા કેટલાંક પોઇન્ટ્સ પણ આપવામાં આવશે.
READ ALSO :
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા