GSTV

કોરોના મહામારીના સંકટમાં તમારા ક્રેડિટનો સ્કોર નીચે ગયો છે, તો આ રીતે કરો સુધારો

ક્રેડિટ

બેંક બજાર અનુસાર, 2020માં ક્રેડિટ કાર્ડ સ્કોરની તપાસ કરનાર લોકોની સંખ્યા વધી ગઈ છે. તમારે પણ કોરોના સંકટના કારણે ઉત્પન્ન થયેલ નાણાંકીય પરેશાનીથી ક્રેડિટ સ્કોર નીચે પડ્યો છે, તો પરેશાન થવાની જરૂર નથી. અમે 5 રીત બતાવી રહ્યા છીએ. જેની મદદથી તમે તમારા ક્રેડિટ સ્કોરને સારો બનાવી શકો છો.

રિપોર્ટની સમીક્ષા કરો

સૌ પ્રથમ તમારા ક્રેડિટ સ્કોરની સમીક્ષા કરો. તે બાદ જોવો કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે. ક્રેડિટ સ્કોરમાં ભૂલ હોવી સામાન્ય બાબત છે. આ બેંક દ્વારા ડેટા આપવા સમયે ભૂલને કારણે પણ થાય છે. ઘણી વખત એવું પણ થાય છે કે તમારા નામ પર કોઈ છલથી લોન લઈ રહ્યું હોય. જો તમારે સ્કોરમાં આ રીતે કોઈ ભૂલ છે તો ક્રેડિટ બ્યૂરોને ફરિયાદ કરી તેમાં સુધારો કરી શકો છો.

જૂના રેકોર્ડની ચકાસણી કરો

તમારો ક્રેડિટ સ્કોર ત્યાં સુધી નહીં સુધરે જ્યાં સુધી તમારા જુના રેકોર્ડ સરખા નહીં થાય. રેકોર્ડ સુધારવા માટે તમા તમારા જૂના રેકોર્ડની ચકાસણી કરો. જો તમે બેંક પાસેથી લોન લઈને ચુકવણી કરી દીધી છે તો અકાઉન્ટ બંધ કરાવી દો. જો અકાઉન્ટ બંધ ન હોય તો બેંકમાં ફરિયાદ દાખલ કરો. એવું કરવાથી તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો થઈ જશે.

ઓછી ક્રેડિટ વાપરો

ટ્રાંસ યુનિયનના સિવિલ રિપોર્ટમાં તમે તમારા ક્રેડિટ યુટિલાઈઝેશનને ચેક કરો. આદર્શ રૂપે તમારે તમારા ક્રેડિટ કાર્ડમાં મળેલી લીમીટના લગભગ 30-35 % જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે વધુ ઉપયોગ કર્યો તો તેને ઓછામાં ઓછા 50 % થી નીચે લાવવાનો પ્રયત્ન કરો.

credit card

લોનના અનેક આવેદનોથી બચો

જ્યારે પણ તમે લોન માટે આવેદન કરો ત્યારે બેંક તમારો ક્રેડિટ સ્કોર ચેક કરે છે. જો તમે સમયે-સમયે લોન લેવા માટે આવેદન કરો છો તો તમારા ક્રેડિટ સ્કોરમાં તે દર્શાવામાં આવે છે કે તમારા સ્કોર પર થોડો પ્રભાવ થયો છે. જો તમે જલ્દી આવેદન કરો તો બેંકને ખબર પડી જાય છે કે તમે નાણાંકીય સંકટમાં છો. તેનાથી બચવા માટે પ્રયત્ન કરો.

સુરક્ષિત ઋણનો વિકલ્પ પસંદ કરો

એક સારો ટ્રેક રેકોર્ડ બનાવવા માટે સુરક્ષિત ઋણનો વિકલ્પ પસંદ કરો. તમે ફિક્સ ડિપોઝીટ વિરુદ્ધ ક્રેડિટ કાર્ડ મેળવી શકો છો. જેટલું થઈ શકે પર્સનલ લોન જેવી અસુરક્ષિત લોનથી બચો. જો તમારા પર વધુ અસુરક્ષિત લોન હશે તો બેંક લોન આપવામાં વિચારશે. જો તમે લોનના હપ્તા ચુકવવામાં વિલંબ કરો તો તમારો ક્રેડિટ સ્કોર નીચો જશે. એટલા માટે લોનના હપ્તાની ચૂકવણી સમય પર જરૂરથી કરો.

લોન પૂરી કરો, સમાધાન નહીં

તમારા ક્રેડિટ સ્કોરમાં આ વાતનો પણ ઉલ્લેખ થાય છે કે તમે જૂની લોન ચુકવી કે સમાધાન કર્યું છે. જો તમે સમાધાન કર્યું છે તો તેનો અર્થ એ છે કે કર્જદાતાનો જોખમ વધી જાય છે. આ રીતે જો તમારી પાસે લોન સાચા સમયે ચુકવવાનું પ્રમાણ છે તો કર્જ સરળ થઈ જાય છે.  

READ ALSO

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાની રસી લીધા બાદ બે આશાવર્કર બહેનોને રિએક્શન આવ્યું

Pravin Makwana

ઢોંગી / વડગામમાં નકલી માતાજીને લોકોએ ઢીબી નાખ્યા, ખરાઈ કરતા ભાંડો ફૂટ્યો

Pravin Makwana

ભારતની નાક નીચે જાસૂસીમાં લાગ્યુ ચીન, કિલર સબમરીન માટે શોધી રહ્યુ છે રસ્તો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!