GSTV
Home » News » આ રીતે કરો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, ઓછા ખર્ચમાં મળશે વધારે ફાયદો

આ રીતે કરો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, ઓછા ખર્ચમાં મળશે વધારે ફાયદો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેજીથી વધી રહ્યો છે. બેંક પણ ક્રેડિટ કાર્ડ પર સારી સારીઓ ઓફરો આપી રહી છે. ખીસ્સામાં ક્રેડિટ કાર્ડ હોવાથી લોકો ખરીદી પણ ખુલીને કરી રહ્યા છે. પરંતુ ઘણીવાર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ લોકો પર ભારે પણ પડી શકે છે. ખરીદી કર્યા બાદ સમય પર પેમેન્ટ ન કરવા પર ક્રેડિટ કાર્ડ ફાયદાની જગ્યાએ ખોટનો સોદો બની શકે છે.

ક્રેડિટ કાર્ડથી ખરીદી કર્યા બાદ તેનું પેમેન્ટ કરવા માટે 50 દિવસનો સમય મળે છે. આ 50 દિવસોની અંદર પેમેન્ટ કરવા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ આપવું પડતું નથી. ક્રેડિટ કાર્ડ એક દેવું છે અને તેને સમય પર દેવાની ભરપાઈ ન કરવાને કારણે તેની ઉપર મોટું વ્યાજ ચૂકવવું પડી શકે છે. સમય પર પેમેન્ટ ન કરવા પર બેંક 36 ટકાના હિસાબથી વ્યાજની વસૂલી કરે છે. એટલા માટે ખરીદાયેલાં સામાનનું ટાઈમ પર પેમેન્ટ કરવા પર વ્યાજના જાળમાં ફસાયા તો બચી શકશો નહી. સાથે જ ક્રેડિટ કાર્ડનો ફાયદો પણ ઉઠાવી શકો છો.

બેંકની ઓફરનો ફાયદો ઉઠાવો

ક્રેડિટ કાર્ડ લેવા માટે બેંક તમામ ઓફર્સ આપે છે. તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. બેંક વાર્ષિક ચાર્જ અને ચાર્જ ફ્રી ક્રેડિટ કાર્ડ ઓફર કરે છે. એટલા માટે ચાર્જ ફ્રી ક્રેડિટ કાર્ડ જ લેવું જોઈએ. ચાર્જ ફ્રી ક્રેડિટ કાર્ડ તેવા લોકો માટે ફાયદાકારક રહે છે. જે પહેલીવાર કાર્ડ લઈ રહ્યા છે અને ઓછો ખર્ચ કરે છે.

સમય પર કરો પેમેન્ટ

ક્રેડિટ કાર્ડથી કરાયેલી ખરીદીનું પેમેન્ટ કરવા માટે 45થી 50 દિવસનો સમય મળે છે. આ દરમ્યાન પેમેન્ટ કરવા માટે કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતુ નથી. વ્યાજ ફ્રી ટાઈમની શરૂઆત ખરીદીનું બિલ બનવાની સાથે જ થાય છે. સમય પર બિલનું પેમેન્ટ ન કરવા પર બેંક 36 ટકા સુધી વ્યાજ વસૂલે છે.

ક્રેડિટ કાર્ડનાં ફાયદા

  • ક્રેડિટ કાર્ડથી પૈસા વગર પણ ખરીદારી કરી શકાય છે.
  • પેમેન્ટ કરવા માટે 45થી 50 દિવસનો સમય મળે છે.
  • કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક અથવા રિવોર્ડ પણ મળે છે.
  • ઓનલાઈન બિલ પેમેન્ટ કરવા પર બિલમાં છૂટ પણ મળે છે.
  • કાર્ડનું સમય પર પેમેન્ટ ક્રેડિટ સ્કોર વધારવામાં મદદ કરે છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!