GSTV

સાવધાન/ ક્રેડિટ કાર્ડનું બીલ ભરવામાં કરી આ ભૂલ તો ચૂકવવું પડશે ભારે વ્યાજ, શું છે તેના નિયમો

ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ ટ્રાન્ઝેક્શનના યુગમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એકદમ સામાન્ય બની ગયો છે. ખાતામાં રોકડ અથવા પૈસા ન હોય તો પણ ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરી શકાય છે. પરંતુ જો તમે ક્રેડિટ કાર્ડનો ખૂબજ ઉપયોગ કરી રહ્યા છો અને ફક્ત મિનિમમ પેમેન્ટ જ કરી રહ્યા છો તો તે ખતરનાક બની શકે છે. ચાલો તમને જણાવીએ કે તે તમારા માટે કેટલું જોખમી છે.

પેમેન્ટ ચૂકવણીના તમારી પાસે ત્રણ વિકલ્પો

જો તમે તમારા ક્રેડિટ કાર્ડ પર 10 હજાર રૂપિયાનો ખર્ચ કરો છો અને બિલ કહે છે કે તમારી પાસે ઓછામાં ઓછા માત્ર 500 રૂપિયા એમાઉન્ટ ડ્યુ કરવાનો પણ વિકલ્પ છે. તો સમજી લો કે તમે ફસાઈ ગયા છો. જ્યારે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી પાસે ત્રણ વિકલ્પો છે.

એક વર્ષમાં 40 ટકાથી વધુ હોઈ શકે

ક્રેડિટ કાર્ડના બીલિંગમાં પ્રથમ વિકલ્પ સંપૂર્ણ ચૂકવણી કરવાનો છે, બીજા વિકલ્પમાં ઓછામાં ઓછી રકમ એટલે કે 5% ચુકવણીનો વિકલ્પ છે. ન્યુનત્તમ રકમ બાકી હોવાના કિસ્સામાં, બાકીના 95% રકમ પર વ્યાજ લેવામાં આવે છે. MAD (એમએડી) એ કાર્ડ કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી યોજના છે, જેમાં તમે સંપૂર્ણ રકમની જગ્યાએ બિલની 5 ટકા ચુકવણી કરી શકો છો. આગામી બિલિંગ અવધિમાં તે 3થી 4% વ્યાજ સાથે આવે છે. તે એક વર્ષમાં 40 ટકાથી વધુ હોઈ શકે છે.

મિનિમમ બિલ પેમેન્ટ કરવું કેટલું યોગ્ય

જો તમે એક જ બિલિંગ અવધિમાં ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરો છો, તો તમારું બિલ વધારે હશે તે સ્વાભાવિક છે. વાસ્તવિક સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે માત્ર સંપૂર્ણ ચુકવણી જ નહીં, પણ ન્યૂનતમ ચુકવણી પણ ગુમાવશો. તેના પર તમારે હજાર રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે. જો કે, ક્રેડિટ કાર્ડધારકોએ ન્યૂનતમ ચુકવણી ટાળવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે એકવાર તમે લઘુત્તમ ચુકવણી કરો છો, બાકીની રકમ તમારા આગલા બિલમાં આવે છે અને તેના પર પણ વ્યાજ ચાલુ રહે છે.

બિલિંગ પીરિયડ કેટલો રાખો છો તે મહત્ત્વનું

ધારો કે તમારું ક્રેડિટ કાર્ડ દર મહિનાની 10 તારીખે આવે છે, તો તમારો નવો મહિનો 11 મીથી શરૂ થશે અને તે પછીના મહિનાની 10 મી તારીખ સુધી ચાલશે. આ સમય દરમ્યાન તમે કરેલા વ્યવહાર તમારા બિલ પર દેખાશે. આમાં ખરીદીમાંથી રોકડ ઉપાડની ચુકવણી અને અન્ય ઘણા ખર્ચ શામેલ હોઈ શકે છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!