વર્તમન સમયમાં ક્રેડિટ કાર્ડ માત્ર શો ઓફનું સાધન જ નહી, પરંતુ જરૂરિયાતની વસ્તુ બની ચૂકી છે. ભલે દરરોજ તમારા ફોન પર ક્રેડિટ કાર્ડ બનાવવાની ઘણી બધી ઓફર્સ આવતી હોય, પરંતુ આ કાર્ડને બનાવવું એટલુ પણ સરળ નથી. એવામાં જો તમે વારંવાર ક્રેડિટ કાર્ડ માટે અપ્લાઈ કરી રહ્યા છો, પરંતુ દરેક વખતે એપ્લીકેશન રિજેક્ટ થઈ જાય છે, તો તેની પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.
ક્રેડિટ કાર્ડ કેન્સલ થવા પાછળના આ છે કારણ
ઓછો પગાર
ક્રેડિટ કાર્ડ રિજેક્ટ થવાનું પ્રથમ કારણ પગાર ઓછો હોવો હોઈ શકે છે. ક્રેડિટ કાર્ડ ત્યારે જ મળી શકે છે, જ્યારે બેન્કને તે વ્યક્તિની રીપેમેંટ કેપેસિટી પર વિશ્વાસ હોય. તે માટે બેન્ક ફોર્મ 16 અથવા સેલરી સ્લિપની માગ કરે છે અને વિશ્વાસ થવા પર ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે.

સ્કોર
જો કોઈ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જાય તો તેનુ ક્રેડિટ કાર્ડ પણ રિજેક્ટ કરવામાં આવી શકે છે. જો તમે ક્યારેય કોઈ લોન ડિફોલ્ડ કરી છે અથવા બાદમાં તમે લોનનો હપ્તો ચૂકવવામાં મોડુ કરો છો તો આવા લોકોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવતુ નથી.
એકથી વધારે ક્રેડિટ કાર્ડ
જો તમારી પાસે પહેલાથી જ ક્રેડિટ કાર્ડ હાજર હોય તો પણ તમારી ક્રેડિટ કાર્ડની એપ્લિકેશનને રદ કરી દેવામાં આવે છે.
નો ક્રેડિટ હિસ્ટ્રીથી પરેશાન
જે પ્રકારે વધારે ક્રેડિટ કાર્ડ હોવાની અસર પડી શકે છે. ઠીક તે જ રીતે પહેલાથી કોઈ ક્રેડિટ કાર્ડ નહી હોવાનો પણ પ્રભાવ તમારી એપ્લિકેશનને રિજેક્ટ કરી શકે છે.
વારંવાર નોકરી બદલવી
જો તમે જલ્દી- જલ્દી પોતાની નોકરી બદલો છો તો તે પણ તમારી ક્રેડિટ કાર્ડની એપ્લીકેશન પર પ્રભાવ નાખી શકે છે. વારંવાર નોકરી બદલવી અસ્થાયી નોકરી તરફ ઈશારો કરે છે અને બેન્ક એવા લોકોને ક્રેડિટ કાર્ડ આપવું રિસ્કી સમજે છે. એવામાં વારંવાર એપ્લીકેશન રિજેક્ટ થવાની પાછળ એ પણ એક કારણ હોઈ શકે છે.
આ છે તમારી પાસે ઓપ્શન
હવે તમે વિચારી રહ્યા હશો કે, આ સ્થિતિમાં ભલે તમારી પાસે શું ઓપ્શન છે. તો તમને જણાવી દઈએ કે, જો તમે પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ લઈ રહ્યા છો કો બેઝિક કાર્ડ માટે અપ્લાઈ કરો. આ કાર્ડ્સને ફ્રિલ્સ કાર્ડ કહે છે. જે એક ઓછા ખર્ચે એટલે ઓછી લિમિટવાળુ કાર્ડ હોય છે. કારણ કે, શરૂઆતમાં ઓછી લિમિટનું કાર્ડ સરળતાથી લઈ શકાય છે. ઓછી લિમિટ કાર્ડ લો, સમયથી ચૂકવણી કરોં અને પોતાની એક સારી કાર્ડ હિસ્ટ્રી બનાવો તેનાથી તમને બાદમાં વધારે લિમિટનું કાર્ડ સરળતાથી મળી જશે.
READ ALSO
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- પત્રકારત્વ ક્ષેત્ર તેમજ વર્કિંગ જર્નાલિસ્ટ યુવાપેઢી માટે રોજગારીની ઉજજ્વળ તક, માહિતી ખાતા હસ્તક વિવિધ સંવર્ગની 100 જગ્યાઓની જાહેરાત
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો