Last Updated on February 26, 2021 by Sejal Vibhani
ક્રેડિટ કાર્ડ રાખનાર જે ગ્રાહકોનો સિવિલ સ્કોર સારો હોય તો તેમને પાસ બેંક તરફથી ઘણી વખત એવા કોલ અથવા મેસેજ આવે છે જેનાથી તેમને ક્રેડિટ લિમિટ વધારવાની ઓફર આપવામાં આવે છે. અમૂક લોકો આ ઓફરને સ્વીકારી પોતાની ક્રેડિટ લિમિટ વધારી લે છે. જ્યારે અમૂક લોકો પોતાની ક્રિડેટ લિમિટ વધારતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે, ક્રેડિટ લિમિટ વધારવાના ફાયદા અને નુકસાન શું છે.

ક્રેડિટ લિમિટ વધારવાના ફાયદા
- ક્રેડિટ લિમિટ વધારવાનો એક ફાયદો એ છે કે તમારા ક્રેડિટ સ્ટોરમાં સુધારો આવી શકે છે. તમારો સિવિલ સ્કોર સારો હોવાથી અને રિપેમેન્ટ હિસ્ટ્રી સારી હોવા પર તમારી ક્રેડિટ લિમિટ વધી જાય છે.
- જો તમારી ક્રેડિટ લિમિટ વધેલી છે તો તમે મુશ્કેલ સમયમાં જેવા કે નોકરી ગુમાવવી, બીમારી, દુર્ધટના જેવી સ્થિતિનો સારી રીતે સામનો કરી શકશે.
- એક ફાયદો એ પણ છે કે જો તમે આગામી ડ્યૂ ડેટ સુધી ક્રેડિટ કાર્ડ બિલની ચુકવણી નહી કરી શકો તો તમારું પૂરુ બિલ અથવા અમૂક ભાગને EMIમાં બદલાવી શકો છો.
- જો તમારી ક્રેડિટ લિમિટ વધેલી છે. તો ક્રેડિટ કાર્ડના બદલામાં તમને વધુ લોન મળી શકે છે. જો કે, જેમની ક્રેડિટ હિસ્ટ્રી સારી છે અને જેમની ચુકવણી સમય પર કરવામાં આવે છે તો તેમને લોન મળશે.

ક્રેડિટ લિમિટ વધારવાનું નુકસાન
- મોટી ક્રેડિટ લિમિટનું સૌથી મોટું નુકશાન એ છે કે તમારા પર લોનનો ભાર વધી શકે છે. ક્રેડિટ લિમિટ વધારવાથી તમારી ખર્ચ કરવાની કેપિસિટી વધી જશે. જો તમે સમજી વિચારીને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નહીં કર્યો તો મુશ્કેલીમાં ફસાઈ જશો.
- બિલની ચુકવણી કરવા પર ઉત્કૃષ્ટ રકમ પર તમારે વધુ વ્યાજ ચૂકવવું પડશે. જો તમારી ક્રેડિટ લિમિટ વધેલી છે અને તમે વધુ ખર્ચ કર્યો છે તો વધુ સંભાવના એ છે કે તમે તમારા બુલની પૂરી ચુકવણી કરી શકશો નહીં. એવામાં તમારે વધુ વ્યાજ આપવું પડશે.
READ ALSO
- Long Covid/ કોરોનાની રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ આ સંકેતોની અવગણના ન કરો, 2-3 મહિના સુધી રહેશે લક્ષણ
- મહામારી/ કોરોના વાયરસના લક્ષણોના કારણે 25 ટકા ફેફસા થઇ રહ્યા છે ડેમેજ, આ બાબતો તમારા માટે જાણવી છે ખૂબ જ જરૂરી
- સરકારની સાંઠગાંઠ: કોડીનાર અંબુજા મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં રેપિડ ટેસ્ટના નામે થાય છે ઉઘાડી લૂંટ
- કામનું/ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા મેળવી શકો છો PAN Card, આ સ્ટેપને કરવા પડશે ફોલો
- રહી ના જતાં/મહામારી છતાં લોકોને ખૂબ પસંદ આવી રહી છે આ સરકારી યોજના, 3 કરોડ લોકો ઉઠાવી ચૂક્યા છે લાભ
