GSTV
Gujarat Government Advertisement

લાલચમાં ને લાલચમાં ક્રેડિટ કાર્ડ બનાવતા પહેલાં આ જાણી લો, બંધ કરાવવામાં આવી જશે નાકે દમ

Last Updated on May 11, 2021 by Dhruv Brahmbhatt

તમે જોયું હશે કે આજ કાલ બેંકના સેલ્સમેન મૉલ્સ, બજારોમાં પણ ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર અપાય છે. આ સિવાય અનેક ફોન પણ આવે છે કે જેમાં ક્રેડિટ કાર્ડ બનાવવાની ઓફર આપવામાં આવે છે અને ક્રેડિટ કાર્ડ બનાવતા પહેલાં અનેક શરતો સાથે તમારી સાથે લાલચી વાયદાઓ કરતા હોય છે. ત્યાર બાદ અનેક લોકો જરૂરિયાત ન હોવા પર પણ ક્રેડિટ કાર્ડ બનાવી લે છે. કેટલાંક લોકો તો એવાં હોય છે કે જેમની પાસે એક-બે નહીં પરંતુ 5થી 6 ક્રેડિટ કાર્ડ હોય છે. પરંતુ જ્યારે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવામાં વધારે મુશ્કેલી ઊભી થાય છે.

credit card

એવું નથી હોતું કે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેશો તો તે બંધ થઇ જશે

જો તમે પણ તમારા ક્રેડિટ કાર્ડથી પરેશાન છો અને તેને બંધ કરાવવા ઇચ્છો છો તો તમારે એક પ્રોસેસને ફોલો કરવાની રહેશે. આ પ્રોસેસને ફોલો કર્યા બાદ જ ક્રેડિટ કાર્ડને બંધ કરાવી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે. કેટલાંક લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનું બંધ કરી દે છે અને એવું વિચારે છે કે, તેમનું ક્રેડિટ કાર્ડ બંધ થઇ જશે, પરંતુ આવું નથી હોતું, એ માટે તમારે પૂરી પ્રોસેસ સાથે આને બંધ કરવાનું હોય છે. એવામાં અહીં જાણીશું કે આખરે શું ક્રેડિટ કાર્ડ બંધ કરવાની શું પ્રોસેસ હોય છે અને તમે કેવી રીતે તેને બંધ કરાવી શકો છો.

પહેલાં બિલની ચૂકવણી કરવી પડશે

જ્યારે પણ તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ઇચ્છો છો ત્યારે પહેલાં તમારે બાકી રહેલા બિલની ચૂકવણી કરવી પડશે. એટલે સુધી કે, તમારે વાર્ષિક ફીની ચૂકવણી કરવી પડશે, કારણ કે, જો બેંકની સિસ્ટમથી તમારું ક્રેડિટ ડિ-એક્ટિવેટ નહીં થાય તો તમારી વાર્ષિક ફી વધતી જ જશે. એવામાં પહેલાં તમારે પૂરી ફી ચૂકવવાની રહેશે અને ત્યાર બાદ જ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાની પ્રોસેસ તરફ તમે આગળ વધો. બાકી પૈસાની ચૂકવણી કરવાથી તમારુ કામ ખૂબ જ સરળ થઇ જશે.

CREDIT-CARD

ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટે અરજી કરો

ક્રેડિટ કાર્ડને ઓફિશીયલી બંધ કરાવવા માટે તમારે બેંકને એ માટે વિનંતી એટલે કે રિક્વેસ્ટ કરવી પડશે. એ માટે તમે ઓનલાઇન સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે મેઇલ પણ કરી શકો છો. અનેક બેંકમાં જ્યારે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે એપ્લાય કરો છો તો બેંક તમને ક્રેડિટ કાર્ડના બાકી રહેલા બિલને જમા કરવા માટે તમને એક લિંક આપે છે અને તેનાથી તમારે પેમેન્ટ કરવાનું હોય છે. ત્યાર બાદ તમારી રિક્વેસ્ટ આગળ ફોરવર્ડ કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે, કસ્ટમર કેર પર કાર્ડ બંધ કરવા માટે ના કહો અને ક્રેડિટ કાર્ડ બંધને નક્કી પ્રોસેસના આધારે જ બંધ કરાવો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!