GSTV
Business Trending

કામનું / આર્થિક સંકડામણના કારણે ક્રેડિટ કાર્ડ બિલ નથી ચુકવ્યુ? ચુકવણી માટે આ 5 રીત આવી શકે છે તમારે ખૂબ જ કામ

ક્રેડિટ કાર્ડ

કોરોનાકાળમાં ઘણા લોકો બેરોજગાર થઇ ગયા છે. જેના કારણે તેઓ આર્થિક સંકડામણમાં ફસાયા છે. સૌથી વધુ ટેન્શન ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાને લઇ છે. કારણ કે સમયસર બિલ ન ભરવાથી પેનલ્ટી થઈ શકે છે. જો તમે પણ રૂપિયાના અભાવે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં અસમર્થ છો, તો ટેન્શન ન લો. કારણ કે કેટલાક અન્ય વિકલ્પો દ્વારા તમે તરત જ રૂપિયા જમા કરી શકો છો. તો ચાલો જાણીએ એ પદ્ધતિઓ શું છે.

બીજા કાર્ડમાં ટ્રાન્સફર કરાવી શકો છો અમાઉન્ટ

જો ક્રેડિટ કાર્ડનું બિલ વધારે હોય અને તમારી પાસે એક કરતા વધારે ક્રેડિટ કાર્ડ હોય, તો પછી તમે થોડી રકમ અથવા બિલ તમારા અન્ય ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરી શકો છો. તેનાથી તમને બિલ ચૂકવવા માટે વધારાનો સમય મળી જશે. સારી વાત એ છે કે આ પ્રક્રિયામાં વ્યાજમાં કોઈ વધારો થશે નહીં.

EMIમાં બિલની ચુકવણી

જો તમે ખરાબ નાણાકીય સ્થિતિને કારણે આખું ક્રેડિટ કાર્ડ બિલ એકસાથે ભરવામાં અસમર્થ છો, તો તમે તેને ઇએમઆઈમાં કન્વર્ટ કરી શકો છો. તેનાથી તમારે હપ્તામાં ઓછી પેમેન્ટ ચુકવવી પડશે. વ્યાજ પણ ઓછું આપવાનું રહેશે. સામાન્ય રીતે બિલને ઇએમઆઈમાં ફેરવવા માટે બેંક દર મહિને 2 ટકા વ્યાજ લે છે. બિલને યોગ્ય સમયે ચૂકવવાથી તમારો સીબિલ સ્કોર ખરાબ નહીં થાય.

મિનિમમ બિલની ચુકવણી કરો

જો તમે ક્રેડિટ કાર્ડ બિલ એક સાથે જમા નથી કરી શકતા, તો પછી તમે ક્રેડિટ કાર્ડ બિલનો ન્યૂનતમ ચુકવણી વિકલ્પ પસંદ કરી શકો છો. તેના દ્વારા તમારે બિલની ન્યૂનતમ રકમ એટલે કે લગભગ 5 ટકા સુધીની ચુકવણી કરવી પડશે. બાકીની 95 ટકા રકમ ચૂકવવા માટે તમને વધારાનો સમય મળી જશે. જોકે બાકીની રકમ આગામી બિલિંગ પીરિયડમાં 3-4 ટકા વ્યાજ સાથે આવશે.

પર્સનલ લોનનો પણ વિકલ્પ

ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે તમે પર્સનલ લોન પણ લઈ શકો છો. તેના દ્વારા તમે તરત જ બિલ ચૂકવી શકશો. જોકે પર્સનલ લોન લેવા પર તમારે તેનો હપ્તો પણ ચૂકવવો પડશે, પરંતુ તેના માટે તમને પૂરતો સમય મળશે.

બેંક

રિવૉર્ડ પોઇન્ટ અને કેશ બેકનો લાભ લો

જો ક્રેડિટ કાર્ડ જારી કરતી બેંકે હજી સુધી બિલ જનરેટ નથી કર્યું, તો તમે તમારા રિવૉર્ડ પોઇન્ટ અને કેશબેકનો લાભ લો. તમે તેનો ઉપયોગ ક્રેડિટ કાર્ડ બીલ ચૂકવવા માટે કરી શકો છો.

Read Also

Related posts

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu

પૃથ્વી પરનો છે આ સૌથી અસાધારણ જીવ, શરીરના નાશ પામેલા અંગો જાતે ઉગાડવાની ધરાવે છે ક્ષમતા

GSTV Web Desk

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk
GSTV