GSTV

હવે તમારી લાગણીઓને વ્યક્ત કરવી બનશે વધુ સરળ, Whatsapp યુઝર્સને આપ્યુ આ ફીચર્સ

ફેસબુકની માલિકીવાળી મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપ પર તમે ઈમોજી અને ટેક્સ્ટની મદદથી ઘણી વખત તમારી લાગણીઓને વ્યક્ત કરી હશે, પરંતુ શું તમે ક્યારેય GIF પિક્ચરની મદદથી ખુદના વિચારોને વ્યક્ત કર્યા છે. તો હવે વોટ્સએપ તમને આ ફીચર્સ પણ આપી રહ્યુ છે, જેમાં તમને તમારી પસંદનું GIF મળી રહ્યુ નથી તો, તમે ખુદ GIF બનાવી શકો છો. વોટ્સએપનું આ ફીચર્સ એન્ડ્રોઈડ અને IOS બંને યુઝર્સને આપવામાં આવ્યું છે.

તમારા સ્માર્ટફોનની ગેલેરીમાં હાજર મોમેન્ટ્સને તમે GIFમાં કન્વર્ટ કરી શકો છો અને વોટ્સએપ કોન્ટેક્ટને પણ સેન્ડ કરી શકો છઓ. તે સિવાય લાંબા વીડિયોના કોઈપણ ભાગને પણ GIFમાં બદલી શકાય છે. તમે 6 સેકન્ડ અથવા તો તેનાથી નાના કોઈપણ એક વીડિયોને GIF બનાવી શકો છો. અને તે માટે કેટલાક સરળ સ્ટેપ્સને અપનાવવા પડશે.

WhatsApp blocking feature

મહત્વપૂર્ણ સ્ટેપ

પ્રથમ પોતાના સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો અને બાદમાં કોઈપણ વોટ્સએપ કોન્ટેટ અથવા ગૃપની ચેટ વિન્ડો ઓપન કરો, જેથી તમે GIF મોકલી શકો છો. ચેટ બૉક્સમાં દેખાઈ રહેલા અટેચમેન્ટ આઈકોન પર ક્લિક કરો અને ત્યારબાદ પોતાના ફોનની ગેલેરી પરથી તે વીડિયોને સિલેક્ટ કરો. જેથી તમે GIF બનાવીને મોકલી શકો છો. વોટ્સએપ તમને પ્રિવ્યૂ પણ દેખાડે છે, તમે આ વીડિયોને ટ્રિમ કરી શકો છો અને શોર્ટ ક્લિપ પણ સિલેક્ટ કરી શકો થો. હવે તમે GIF બોક્સ પર ટેપ કરો અને ત્યારબાદ વીડિયો તેમની રીતે જ GIFમાં કન્વર્ટ થઈ જશે. તમે ઈચ્છો તો વીડિયોની લંબાઈ ઓછી કરી શકો છો અને તમને બેસ્ટ રિઝલ્ટ્સ મળશે. તમે ઈચ્છો તો GIF મોકલતા પહેલા તેમાં ટેક્સ્ટ, કેપ્શન અને ઈમોજી પણ એડ કરી શકો છો.

READ ALSO

Related posts

અમે તો રાહુલ ગાંધીની સલાહ પર થઈ ગયા હતા એલર્ટ : કરી દીધા વખાણ, આ રાજ્યમાં છે માત્ર 18 કેસ

Pravin Makwana

શું સાઉદીના શાહી પરિવારના 150 લોકોને થયો કોરોના ? આઈસોલેશનમાં ગયા કિંગ અને પ્રિંસ સલમાન

Nilesh Jethva

15 દિવસથી ઘરે નથી ગઈ નર્સ! ત્રણ વર્ષની દિકરી હોસ્પિટલ બહાર માતાને મળવા તરસી રહી છે, ભાવુક કરી દેશો આ Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!