GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

એપ્લિકેશન મામલે પણ ભારત બનશે આત્મનિર્ભર, મોદીએ આજે આ એપ ઇનોવેશન ચેલેન્જની કરી મોટી જાહેરાત

ભારત-ચીનની વચ્ચે થયેલી ઝડપના કારણે ભારતમાં 59 ચીની એપ્સને બેન કરી દેવામાં આવી છે. આ મામલામાં ભારત તરફથી વધુ એક પગલુ આગળ વધારવામાં આવ્યુ છે અને ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, દેશમાં આત્મનિર્ભર ભારત એપ્લિકેશન ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરવામાં આવશે.ચીન સાથે તણાવ વચ્ચે ભારત ધીમેધીમે વેપારી સંબંધો પણ ઓછા કરી રહ્યું છે. ચીનને જવાબ આપવા માટે ભારતે ચીની એપ્લિકેશનને બેન કરવાની સાથે કોન્ટ્રાક્ટો પણ રદ કરી દીધા છે. હવે પીએમ એપ્સ મામલે પણ આત્મનિર્ભર બનવા માગે છે. પીએમ મોદીએ કહ્યું છે કે દેશના કોઈ પણ યુવાન પાસે એવો કોઈ પ્રોજેક્ટ કે આઈડિયા હોય તો ટેક કમ્યુનિટી સાથે જોડાઈ જાઓ. પીએમ મોદીએ લિન્કડઈન પર પોતાના વિચારોને રજૂ કર્યા છે.

વડાપ્રધાને દેશભરના ટેકનોલોજી કમ્યૂનિટીના લોકોને તેમાં આગળ આવીને ભાગ લેવાનો આગ્રાહ કર્યો છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી આપી જાણકારી

પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું કે, ‘ટેકનિકલ અને સ્ટાર્ટએપ ગૃપમાં મેડ ઇન ઇન્ડિયા એપ્લિકેશન્સ બનાવવા માટે ઘણો ઉત્સાહ છે. તેને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રોનિક્સ-ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય (Ministry of economics & IT) અને અટલ ઇનોવેશન મિશન મળીને નવીનતા પડકાર શરૂ કરી રહ્યા છે. જો તમારી પાસે આ પ્રકારનું ઉત્પાદન છે અથવા તમને કંઈક સારું કરવાની વિચાર અને ક્ષમતા છે, તો પછી ટેક સમુદાય સાથે જોડાઓ. “

ભારત સરકારે ચીનના 59 એપ્લીકેશન પર લગાવ્યો છે પ્રતિંબંધ

છેલ્લા કેટલાક દિવસો પહેલાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીન સેના વચ્ચે હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીંદ થઈ ગયા છે. આ હિંસક ઝડપ બાદ દેશભરમાં ચીની એપ્સ પર પ્રતિબંધની માગ ઉઠી હતી. આ અંતર્ગત મોદીએ Tik Tok, UC Browser સહિત 59 એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. જેમાં Helo, Likee જેવી પોપ્યુલર એપ્સનો પણ સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

શ્રાવણનો ત્રીજા સોમવાર, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મળી જોવા

pratik shah

કોરોના વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં નવા 1078 કેસ, ચેપગ્રસ્તોની સંખ્યા 70 હજારને પાર

pratik shah

કોરોના વાયરસનો કહેર યથાવત: અમેરિકામાં કોરોનાના કેસ 50 લાખને પર, મૃત્યુઆંક વધવા છતાં બ્રાઝિલમાં ચાલુ રિઓપલિંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!