પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપની હાર બાદ રાજ્ય ભાજપમાં નાસભાગ મચી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતનાર બંગાળ ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 70 થઈ ગઈ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય જેવા નેતાઓએ પાર્ટીને રામ રામ કહીને સત્તા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે બંગાળ ભાજપના બેરકપુર સાંસદ અને પ્રદેષ ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહે પણ ટીએમસીમાં ઘરવાપસી કરી લીધી છે. નોંધનીય છે કે, છેલ્લા 11 મહિનામાં પશ્ચિમ બંગાળમાં ભાજપના 5 મોટા નેતાઓ કેસરિયો ખેસ ઉતારી દીધો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની કેન્દ્રીય લીડરશિપથી લઈને રાજ્યના નેતાઓ તેમને મનાવાની કોશિશમાં લાગ્યા છે. કહેવાય છે કે, અર્જૂન સિંહને સતત ફોન કરવામાં આવી રહ્યા છે, ટોપ લીડરશિપમાં પણ તેમને મનાવાની કોશિશ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અર્જૂન સિંહ કલકત્તા તરફ રવાના થઈ ચુક્યા છે.
ટીએમસીના સૂત્રોએ જણાવ્યું છે કે, ભાજપ સાંસદ અર્જૂન સિંહ છેલ્લા છ મહિનાથી ટીએમસીના સંપર્કમાં છે. તેમની પાર્ટીના નેતાઓએ સાથે વાત થઈ રહી છે. તો વળી છેલ્લા કેટલાય સમયથી અર્જૂન સિંહ ભાજપ સરકાર વિરુદ્ધ નિવેદનો આપતા રહે છે. તેમના ખામીઓ ગણાવ્યા કરે છે.
2019 પહેલાના મોટા નેતા હતા અર્જૂન સિંહ
2019ની લોકસભા ચૂંટણી પહેલા અર્જૂન સિંહ બૈરકપુરથી ટીએમસી કોંગ્રેસના મોટા નેતા હતા. પણ ચૂંટણી અગાઉ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ભાજપે 2019માં તેમને બૈરકપુરથી ટિકિટ આપી હતી, અને તેઓ જીતીને બૈરકપુરથી સાંસદ બની ગયા હતા.
READ ALSO
- IBPS RRB Recruitment 2022: દેશભરની ગ્રામીણ બેંકોમાં 8000 થી વધુ જગ્યાઓ ખાલી, અરજી કરવાની આજે છેલ્લી તક
- Umang 2022: લાંબા સમય પછી સ્ટેજ પર જોવા મળ્યા કિંગ ખાન, ડાન્સ પરફોર્મન્સથી જીત્યા ચાહકોના દિલ
- આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે
- ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ત સ્કીન કેર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
- શું આમિર ખાન સાથે કામ કરવા જઈ રહી છે ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ? સામે આવી તસવીર