GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થઈ મોટી દુર્ઘટના, ક્રેન પડતાં 11 લોકોના મોત થતાં અફરાતફરી સર્જાઈ

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં હિંન્દુસ્તાન શિપયાર્ડમાં મોટી દુર્ઘટના થઈ છે. વિશાખાપટ્ટનમ સ્થિત હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં શનિવારે એક ભારે ભરખમ ક્રેન પડી જતાં 10 લોકોના મોત થયા છે. કહેવાય છે કે, તેમાં એક શખ્સ ઘાયલ પણ થયો છે.

આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી વાઈએસ જગનમોહન રેડ્ડી વિશાખાપટ્ટનમના જિલ્લા કલેક્ટર અને શહેરના પોલીસ વિભાગ ક્રેન દુર્ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

હકીકતમાં જોઈએ તો, શિપયાર્ડમાં ભારે ભરખમ ક્રેન દુર્ઘટના થતાં ચારેબાજૂ અફરાતફરીનો માહલો થઈ ગયો હતો. બચાવ અને રાહત કામગીરી દ્વારા ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં ક્રેન પડતો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ક્રેન પડતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિડેટ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠના શહેર ખાતે આવેલું છે, જેનો વહિવટ સરકાર હસ્તક છે. હિન્દુસ્તાન શિપયાર્ડ ખાતે શીપ, શીપ રિપેરિંગ, ડિઝાઇનિંગ, સબમરીન મેકિંગ સહિતના કામ થાય છે. ઘટનાને પગલે સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.

READ ALSO

Related posts

ભૂમિપુજા સાથે બિહારનો અનોખો નાતો, વાંચશો તો કહેશો કે હતો બિહારનો કાર્યક્રમ

pratik shah

ઉધના વિસ્તારમાં હનુમાન મંદિરે શીતળા સાતમ નિમિત્તે મહિલાઓની લાંબી કતાર મળી જોવા

pratik shah

કેરળ પ્લેન ક્રેશ ઉડ્ડયન મંત્રી પુરીની બેદરકારીનું પરિણામ, મંત્રી પાસે પીએમઓએ માગ્યો ખુલાસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!