GSTV

50 વર્ષથી સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરનાર કારીગર મજૂરી કરવા મજબૂર, ધંધો ઠપ્પ થતા છીનવાઇ આજીવિકા

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઇ ગામે રહેતા અને મૂળ સુથારી કામ સાથે સંકળાયેલા ૭૬ વર્ષના  વૃદ્ધ ભજન મંડળમાં જઈ  સંગીતના સાધનો તરફ આકર્ષાઇ છેલ્લા ૫૦ વર્ષથી સંગીતના સાધનો રીપેર કરવાનું કામ કરતા હતા પરંતુ કોરોનામાં ધંધો ઠપ થઇ જતાં આ વૃદ્ધ કલાકાર પણ મજૂરી કરવા મજબૂર બન્યા છે.

વ્યારા તાલુકાના મગરકુઈ ગામે ઉપલા ફળિયામાં રહેતા ૭૬ વર્ષના વૃદ્ધ પોસલાભાઈ લખમાભાઇ ગામીતની વ્યવસાયની શરૃઆત સુથારી કામથી થઇ હતી. પોસલાભાઇ નાનપણથી વડીલો સાથે ભજન મંડળમાં જતા અને તેમાં ઉપયોગી સંગીતના સાધનો તબલા, ઢોલક અને હાર્મોનિયમમાં ખામી સર્જાતા જાતે જ રીપેરીંગ કરતા હતાં.

પછી આ કામમાં રૃચિ વધતા સુથારી કામ છોડી સંગીતના સાધનો રીપેર કરવા માંડયા હતા. તેમની પાસે દુર-દુરના સ્થળોએથી સંગીત વાદક પોતાના સાધનો (વાદ્યો) રીપેર કરાવવા માટે આવતા હતા. તેમની કારીગરીની લોક ચાહના એટલી છે કે વાદ્યોની નાનામાં નાની ખામી હોય તો પણ પોસલાભાઇ જ યાદ આવે છે.

તેના પરિવારમાં પત્ની સેવંતીબેન કામમાં મદદ કરે છે. દિકરો થોડા સમય પહેલા મૃત્યુ પામ્યો હતો અને દિકરી પરણી ગઈ છે. ૫૦  વર્ષથી સુથારી કામ છોડીને સંગીતના વાદ્યો રીપેરની કારીગરી ધરાવતા પોસલાભાઇની આજે પણ આર્થિક સ્થિતિ નબળી છે. હાલ સરદાર આવાસમાં રહે છે. એક નાનકડી ક્યારીમાં પોતાના ખપ પૂરતું અનાજ પકવે છે. આરોગ્ય વિભાગ દ્વારા તેઓને માં કાર્ડ આપવામાં આવ્યો છે. જેનાથી તેમને આરોગ્ય સુરક્ષાનો લાભ મળી રહે છે.

જો કે કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી સરકારના કોવીડના નિયમોને કારણે સંગીતના કાર્યક્રમો બંધ થતા પોસલાભાઇની આજીવિકા પણ છીનવાઈ છે. વાદ્ય રીપેરીંગનું કામ ઠપ થતા તેઓ મજૂરી કામ કરવા મજબૂર બન્યા છે. તેમ છતાં જિંદગીથી હાર માની નથી. પત્ની જોડે જે મળ્યું એમાં જ આનંદ માની ખુશ રહે છે. ખુશ મિજાજી એવા પોસાલાભાઈનો હોસલો વધારવા તેઓને સહયોગ મળે એ જરૂરી છે.

વાદ્યો રીપેર કરવા એ કુદરતની બક્ષિસ: પોસલાકાકા

કુદરતે આપેલી કલાઓ વિશે વાત કરતા પોસલાકાકા કહે છે કે, હું નાનો હતો ત્યારે વડીલો સાથે ભજન મંડળોમાં જતો હતો. સંગીતના સાધનો બગડે ત્યારે તેને રીપેર કરતો હતો. વ્યવસાય સુથારી કામ હોવાથી હાર્મોનિયમ જાતે જ ખોલીને રીપેર કરી લેતો. તબલા, ઢોલકની પડી બદલવી કે શાહી-મસાલો ભરવો આ કામ પણ જાતે જ કરી લઉં છું.  છેલ્લા ૫૦ વર્ષથી હું આ વ્યવસાય કરી રહ્યો છું. આમ સંગીતના સાધનો રીપેર કરવાની કલા મને કુદરતે આપેલી બક્ષિસ છે. હું શાીય રીતે નથી શીખ્યો છતાં કલા પ્રત્યેના લગાવથી લોકો મને યાદ કરે  છે, એનો, મને આનંદ છે. પણ  હાલ  કોરોના આવ્યો એટલે મારો ધંધો-રોજગાર બંધ છે. છતાં અમે મજૂરી કામ કરી ગુજરાન ચલાવીએ છીએ. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!