GSTV
Home » News » કરતારપુર કોરિડોર ટાણે શીખ વિરોધી રમખાણોનું ભૂત ધૂણ્યું, 88 દોષિતની ફગાવી અરજી

કરતારપુર કોરિડોર ટાણે શીખ વિરોધી રમખાણોનું ભૂત ધૂણ્યું, 88 દોષિતની ફગાવી અરજી

પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરીમાં 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોના 88 દોષિતોની અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. નીચલી અદાલતે 1996માં તમામ 88 દોષિતોને પાંચ-પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી. દોષિતોએ આ સજાની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેના સંદર્ભે 22 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. 88 દોષિતોમાંથી હાલ 47 ગુનેગારો જ જીવિત છે. હાઈકોર્ટે તમામ દોષિતોને ચાર સપ્તાહમાં સરન્ડર કરવાનો આદેશ આપ્યો છે.

મહત્વપૂર્ણ છે કે પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાં થયેલા હુલ્લડોમાં 95 લાશો મળી હતી. પરંતુ કોઈપણ દોષિતો પર હત્યાની કલમોમાં આરોપ નિર્ધારીત થયા નથી. ગત સુનાવણીમાં તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. હુલ્લડો ભડકાવવા, મકાનોને આગચંપી અને કલમ-144નું ઉલ્લંઘન કરવાના આરોપમાં 1996માં 107 લોકોને કડકડડૂમા કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ મામલે 88 દોષિતોએ દિલ્હી હાઈકોર્ટમાં સજા વિરુદ્ધ અપીલ કરી હતી. બીજી નવેમ્બર-1984ના રોજ કર્ફ્યૂનું ઉલ્લંઘન કરીને ત્રિલોકપુરીમાં લગભગ એકસો મકાનોની આગચંપી કરાઈ હતી અને તેમા 95 લોકોના મોત નીપજ્યા હતા.

Related posts

IIT KGPનાં વિધ્યાર્થીઓ એ બનાવ્યું ઈલેક્ટ્રોનિક વાહન, હાલની ઓટો અને ઇ-રિક્ષા કરતા હશે સારું

pratik shah

મોદીની ગુજરાતમાં મેરોથોન બેઠક, વારાણસીનો કાર્યક્રમ થયો રદ

Nilesh Jethva

સાઉદી: અરામકો ઓઇલ પ્લાન્ટ પર હુમલા બાદ ભારતમાં ઉથલપાથલ, પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં તોતિંગ ઉછાળો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!