GSTV

અનોખો પ્રયોગ / ફટાકડા ફોડવાના નહીં ખાવાના! અમદાવાદની ગૃહિણીએ તૈયાર કરી અનોખી ચોકલેટ્સ

Last Updated on October 25, 2021 by Zainul Ansari

દિવાળીના તહેવાર પર નાના બાળકોથી લઈ મોટા બધા લોકો ફટાકડા ફોડી દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. પરંતુ અમે આપને એમ કહીએ કે સુતરી બોંબ, રોકેટ કે પછી ચકેડી અને કોઠીની મીઠાઈ ખાશો… જી હા અમદાવાદમાં ફટાકડાના પ્રકારની અનોખી ચોક્લેટ્સ તૈયાર કરાઇ છે.

દિવાળીના તહેવારને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે. આમ છતા હજુ અમદાવાદના ફટાકડા બજારમાં તેમજ મીઠાઈ માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે વેપારીઓને એવી આશા છે કે દિવાળીના છેલ્લા દિવસોમાં સારો ધંધો થશે. તો બીજી બાજુ અમદાવાદમાં રહેતા કૃપાબેન શાહે તદ્દન નવો પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં તેઓએ ચોકલેટને ફટાકડા જેવી બનાવી છે. તેઓએ મિરચી બોંબ, સુતળી બોંબ, લક્ષ્મી બોંબ તેમજ રોકેટ બોમ્બ અને કોઠી, ચકરી ચોકલેટ સહિતની અન્ય પ્રકારની ચોકલેટ્સ તૈયાર કરી છે.

કૃપા શાહ અને તેમનો પરિવાર છેલ્લા ૩ વર્ષથી હોમ મેડ ચોકલેટ અને હોમ મેડ કેક બનાવવાના વ્યવસાય સાથે સંળાયેલો છે. દર વર્ષે ચોકલેટમાં કંઇકને કંઇક વેરાયટી લાવવો પ્રયત્ન કરનાર આ પરિવારે આ વર્ષે બાળકો માટે ફટાકડા રૂપી ચોકલેટ તૈયાર કરી છે. જેમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ફટાકડા ચોકલેટમાં ડાર્ક ચોકલેટ તેમજ ડ્રાય ફ્રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીના કારણે ફટાકડાનું વેચાણ દર વર્ષ કરતાં આ વર્ષે 70 ટકા જેટલું ઓછું જોવા મળ્યું છે. તો આ તરફ અમદાવાદના કૃપાબેન શાહ તદ્દન નવો પ્રયોગ હાથ ધરી ચોકલેટ ફટાકડા વેચાણ શરૂ કર્યું છે. જેથી કરી બાળકો ફટાકડા ફોડતી વખતે ચોકલેટ ફટાકડા પણ ખાઈ શકે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!