GSTV
Gujarat Government Advertisement

હેવાનિયતની હદ ફરી થઇ પાર, હાથણી બાદ ગર્ભવતી ગાયને ખવડાવી દીધો વિસ્ફોટક ગોળો!

ગાય

Last Updated on June 6, 2020 by Bansari

કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવાની ઘટના હજુ સુકાઈ પણ નથી ત્યાં હિમાચલ પ્રદેશ ખાતેથી આ પ્રકારની હેવાનિયત ભરેલી એક ઘટના સામે આવી છે. હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઝંડુત્તા વિસ્તારમાં કોઈ વ્યક્તિએ ગર્ભવતી ગાયને વિસ્ફોટકોનો ગોળો બનાવીને ખવડાવી દીધો હતો જેથી ગાયને ગંભીર ઈજાઓ પહોંચી છે.

ગાયના માલિકે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેણે ઘર પાસે રહેતી એક વ્યક્તિ પર ગાયને વિસ્ફોટક ખવડાવવાનો આરોપ મુક્યો છે. આ ઘટનાથી લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે અને પોલીસે ફરિયાદ નોંધીને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

હજુ થોડા દિવસો પહેલા જ કેરળના મલપ્પુરમ ખાતે ગર્ભવતી હાથણીને વિસ્ફોટકો ભરેલું અનાનસ ખવડાવવામાં આવતા પીડાથી વ્યથિત હાથણીએ ત્રણ દિવસ પાણીમાં રહીને પ્રાણ ત્યાગ્યો હતો. હાથણીના કેસમાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે હવે ગાય સાથે હેવાનિયત મુદ્દે પણ તપાસ ચાલુ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta

કાસ્ટીંગ કાઉચ: મિનિષા લાંબાએ બોલિવૂડ ઈંડસ્ટ્રીઝ પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે તમને વિશ્વાસ પણ નહીં આવે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!