GSTV
Home » News » આ આઈલેન્ડ પર છે કરચલાઓનું રાજ, ઘર-રસ્તા-રેસ્ટોરેન્ટ બધે જ જોવા મળે છે અલગ દૃશ્ય

આ આઈલેન્ડ પર છે કરચલાઓનું રાજ, ઘર-રસ્તા-રેસ્ટોરેન્ટ બધે જ જોવા મળે છે અલગ દૃશ્ય

સામાન્ય રીતે રસ્તાઓ પર કરચલા ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં એક એવો આઈલેન્ડ છે. જ્યાં દરેક જગ્યાઓ પર માત્ર કરચલાઓ જોવા મળે છે. આ ઘટના જોતા એવુ લાગે છે કે જાણે આઈલેન્ડ પર કરચલાઓનો વરસાદ થયો હોય.

રસ્તાઓથી લઈને ઘરો સુધી દરેક જગ્યાઓ પર તેમનું જ રાજ ચાલે છે. આ આઈલેન્ડનું નામ ક્રિસમસ દ્રિપ છે, જે ક્વીંસલેન્ડમાં સ્થિત છે. અહીં દર વર્ષે કરોડો કરચલાઓનો જથ્થો જોવા મળે છે. આ કરચલા રસ્તાઓ પરથી લઈને જંગલ, ધર, રેસ્ટોરંટ, બાર, બસ સ્ટોપ દરેક જગ્યાઓ પર જોવા મળે છે.

આ કરચલા દર વર્ષે પ્રજનન કરવા માટે ક્રિસમસ દ્રિપના એક છેડા પરથી જંગલથી બીજા છેડે હિંદ મહાસાગર સુધીનો સફર કરે છે. આ કરચલાઓના કારણે રસ્તાઓ લાલ થઈ જાય છે. અહીં દર વર્ષે હજારો કરચલાઓ રસ્તા પર ગાડીઓની નીચે આવીને મરી પણ જાય છે.

જો કે દરેક જગ્યાઓ પર એવા બોર્ડ પણ લગાવ્યા છે કે જેના પર લખ્યું છે કે ગાડી ધીરે ચલાવો અથવા ક્યારેક તો રસ્તાઓ બંઘ કરી દે છે. ક્રિસમસ આઈલેન્ડ 52 વર્ગમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલો છે અને તેની આબાદી લગભગ 2000 જેટલી છે. તેમ છતા લોકો અહીં મોટી સંખ્યામાં લોકો આ કરચલાઓને જોવા માટે પહોંચે છે.

READ ALSO

Related posts

આ કંપનીના એમ્પલોય પોતે નક્કી કરે છે સેલેરી, પોતે ઈચ્છે ત્યારે વધારો કરી શકે છે

Kaushik Bavishi

તો સટ્ટાબજાર પર નહી થાય જેલ!, મેચ ફિક્સિંગ રોકવા માટે BCCI લેશે આ મોટો નિર્ણય

pratik shah

ભાજપના આ સાંસદ સાથે થયો જાતિગત ભેદભાવ, ગામમાં પ્રવેશ ન અપાતા મામલો બીચક્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!