GSTV
ટોપ સ્ટોરી

કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ હોવાનો પાટીલનો સ્પષ્ટ સંકેત, અમરીશ ડેરને લઇ આપ્યું સૌથી મોટું નિવેદન

CR Patil Amrish der

રાજકોટ ભાજપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે આજે સી.આર. પાટીલ સૌ પ્રથમ વાર રાજકોટની મુલાકાતે છે. ત્યારે શહેર ભાજપના કાર્યકરો દ્વારા તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રસ્તા પર ફૂલની જાજમ પાથરી તેઓનું ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. એવામાં તમને જણાવી દઇએ કે, રાજુલામાં કાર્યક્રમ દરમ્યાન પાટિલે અમરીશ ડેરની જગ્યા ખાલી રાખી હોવાનું નિવેદન આપ્યા બાદ અમરેલીના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે સી.આર.પાટિલે આ મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે.

cr patil

અમરીશ ડેરને અમે કોઇ જ આમંત્રણ આપ્યું નથી

રાજકોટની મુલાકાતે આવેલા પાટિલે સ્પષ્ટતા કરી કે, ‘અમરીશ ડેરને અમે કોઇ જ આમંત્રણ આપ્યું નથી. મે આપેલા નિવેદનને ખોટી રીતે ટ્વિસ્ટ કરી દેવામાં આવ્યું છે. પાટિલે ફરી એક વખત એવી સ્પષ્ટતા કરી કે, અમે કોંગ્રેસના કોઇ પણ ધારાસભ્ય કે નેતાને ભાજપમાં લેવાના નથી.’ આમ કોંગ્રેસના નેતાઓ માટે ભાજપના દરવાજા બંધ થઇ ગયા હોવાનો પાટિલે સ્પષ્ટ સંકેત આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના બાબરીયા ધાર મુકામે યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે અમરીશ ડેર પર ટિપ્પણી કરી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, ‘અમરીશ ડેરને મારે ખખડાવવા છે, એ મારો અધિકાર છે, તેઓ અમારા છે.’ વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે, ‘મારી પાર્ટીના ઘણાં લોકો તેઓના ખાસ મિત્રો છે, તેનો ઉદય પણ ભાજપમાંથી જ થયો છે. અમે તેઓની માટે ખાસ હજુ જગ્યા રાખી છે.

જો કે એ પહેલાં સી.આર પાટીલની જીભ લપસી હતી. તેઓએ ધારાસભ્ય ડેરને ખેર કહ્યાં હતાં. પરંતુ બાદમાં તેઓએ હારે હતાં એટલે થોડી-થોડી ભૂલ થઈ જાય કહીને રમૂજ ફેલાવી હતી.

બે દિવસ અગાઉ જ ઉર્જા મંત્રીની પણ કોંગી ધારાસભ્ય અમરીશ ડેર સાથે થઇ હતી મુલાકાત

અત્રે મહત્વનું છે કે, હજુ બે દિવસ પહેલાં જ ભાજપ સરકારના ઉર્જા મંત્રી મુકેશ પટેલ અને કોંગી ધારાસભ્ય ડેરની ગુપ્ત મુલાકાત થઈ હતી. આજે ફરી ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ‘તેમની માટે જગ્યા ખાલી રખાઇ છે અને તેમને ખખડાવવાના છે’ નું જાહેરમાં નિવેદન કરતા અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. એટલે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નિવેદનથી કોંગી ધારાસભ્ય ડેર ભાજપમાં જોડાવવાના એંધાણ સામે આવી રહ્યાં છે.

This image has an empty alt attribute; its file name is amri-010-1024x683.jpg

ઉલ્લેખનીય છે કે કોંગી ધારાસભ્ય ડેર દ્વારા નવા જૂની ના એંધાણ થાય તો નવાઈ નહીં . ધારાસભ્ય ડેર આ અગાઉ અનેક નિવેદનોને કારણે લાઈમ લાઈટમાં રહ્યાં છે. જેમાં રેલ આંદોલન હોય કે રાજ્યમાં આવેલું તૌકતે વાવાઝોડું હોય. આ મુલાકાત પછી અનેક તર્ક વિતર્કો ચર્ચાઈ રહ્યાં છે.

READ ALSO :

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV