GSTV

પાટીલનો સગાવાદ / ગાંધીનગરમાં પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્રને જ બનાવી દીધા મેયર, પાર્ટી પ્રમુખની બે મોઢાની વાત

Last Updated on October 21, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગર કોર્પોરેશન ઇલેક્શનને પ્રભારી અમિત ઠાકરે સગાવાદને ટેકો આપતા હિતેશ મકવાણાનું નામ પાર્ટીમાં આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, બીજેપી અધ્યક્ષ સી.આર પાટીલની બે મોઢાની વાતો સામે આવી રહી છે. આમ, તો જ્યાં પણ કાર્યક્રમમાં જાય છે ત્યાં કાર્યકર્તાઓને સી.આર પાટીલ બળ મળે તેવી જ વાતો કરે છે. અમદાવાદ કોર્પોરેશન વખતે પણ સગાવાદ નહીં ચલાવવામાં આવે તેવી શેખી હાંકી હતી પરંતુ હવે પલટી મારી હોય એમ ગાંધીનગરમાં સગાવાદ પાટીલે જ ચલાવ્યો છે.

cr patil

સગાવાદ પાટીલે જ ચલાવતા પાર્ટીના જ કેટલાંક હોદ્દેદારો તેઓથી નારાજ

ગાંધીનગરમાં ઇલેક્શનમાં બીજેપીએ જંગી લીડથી જીત મેળવી છે ત્યારે આજે ગાંધીનગરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામની પસંદગી કરવા મામલે સામાન્ય સભા મળી હતી. હાલમાં મેયર સીટ SC આરક્ષિત છે, કેટલાંક નામો પાર્ટી પાસે હતાં પરંતુ તેમ છતાં હિતેશ મકવાણાને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે. હિતેશ મકવાણા પોતે દસાડાના પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે. ત્યારે આ પ્રકારનો સગાવાદ પાટીલે જ ચલાવતા પાર્ટીના જ કેટલાંક હોદ્દેદારો તેઓથી નારાજ થયા છે અને પાર્ટી પ્રમુખની વાતો બે મોઢાની હોવાનું સૌ કોઇ કહી રહ્યાં છે.

સૂત્રો એ પણ ઉમેરી રહ્યાં છે કે ગાંધીનગર ઇલેક્શન પ્રભારીની જવાબદારી પાર્ટીના પૂર્વ મંત્રી અમિત ઠાકરને અપાઇ હતી. જ્યાર બાદ આજે સામાન્ય સભા મળી હતી એ સમયે પણ તેઓ તેમાં હાજર રહ્યાં હતાં. જ્યારે મેયર કોને બનાવવા એ નામોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ સભામાં કેટલાંક નામો પર ચર્ચા પણ કરવામાં આવી હતી. પરંતુ અમિત ઠાકરે જ હિતેશ મકવાણાનું નામ આગળ ધરીને સગાવાદને પ્રોત્સાહન આપ્યું હતું.

hitesh makwana

ઇલેક્શન પ્રભારી અને પાર્ટી પ્રમુખે લોબિંગ કરી હોદ્દેદારોની નિમણૂંક કરી

તો બીજી તરફ ઉડી ને આંખે વળગે એવી વાત એ હતી કે, મેયરમાં પુરુષ ઉમેદવારના નામની પસંદગી મેયર તરીકે કરવામાં આવી તો ડેપ્યુટી મેયર પદે મહિલાને સ્થાન આપવાનું હતું પરંતુ તેમાં પણ પુરુષને જ સ્થાન આપતા મહિલા ઉમેદવારોમાં પણ નારાજગી ફેલાઈ છે. તદુપરાંત એ વાતનો પણ ગણગણાટ શરૂ થઇ ગયો છે કે ઇલેક્શન પ્રભારી અને પાર્ટી પ્રમુખે લોબિંગ કરી હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જેને લઈને હવે એ વાતની ચર્ચા શરૂ થઈ ગઇ છે કે જો આ જ રીતે સગાવાદ ચલાવવો હોય તો જાહેર મંચમાં અને અગાઉના ઇલેક્શનમાં સગાવાદ ન ચાલે એવી શેખી શા માટે મારતા હશે.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!