GSTV
Tapi Trending ગુજરાત

વિધાનસભા ચૂંટણીની તૈયારી / સીઆર પાટીલે ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમની શરૂઆત કરાવી, પાર્ટીને મજબૂત કરવા કવાયત હાથ ધરી

વન ડે વન ડીસ્ટ્રીક

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ તાપીના વ્યારામાં ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને ‘વન ડે વન ડીસ્ટ્રીક’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વ્યારામાં સીઆર પાટીલનું સ્વાગત ઢોલ-નગારા સાથે કરવામાં આવ્યું હતું. સીઆર પાટીલ આખો દિવસ દરમિયાન વિવિધ લોકો સાથે મુલાકાત યોજશે.

વન ડે વન ડીસ્ટ્રીક

સુરતના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષની આગેવાની હેઠળ યોજાનારા “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો આજથી તાપી જિલ્લાના વ્યારા ખાતેથી તેમના “વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમનો પ્રારંભ કરાશે.

વન ડે વન ડીસ્ટ્રીક

“વન ડે વન ડીસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં એક દિવસ રહેશે. તે દરમિયાન તેઓ સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. તેમજ ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, શ્રમિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યા છે, તે જ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યા છે. વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ હેઠળ સીઆર પાટીલ સમગ્ર રાજ્યમાં પ્રવાસ કરી પક્ષને મજબૂત કરવાનું કામ કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત

GSTV Web Desk

સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે

Hardik Hingu

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ

GSTV Web Desk
GSTV