GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

હર ઘર તિરંગા/ સી.આર પાટીલે અમદાવાદથી કરાવ્યો તિરંગા અભિયાનનો પ્રારંભ, ૪૨૧ ફૂટ લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે રેલીમાં સામેલ થયા બાળકો

તિરંગા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ ઉજવવાનું આહ્વાન કર્યું છે. તેના ભાગરુપે દેશભરમાં આજથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલે અમદાવાદના મોટેરામાં આવેલી સ્વસ્તિક સ્કૂલથી તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો.

તિરંગા

૪૨૧ ફૂટ લંબાઈ ધરાવતા તિરંગા સાથે બાળકો રેલીમાં સામેલ થયા. તિરંગા યાત્રામાં સમગ્ર વાતાવરણ દેશ ભક્તિના રંગે રંગાયું હતુ.

તિરંગા

આ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યુ હતુ કે, આવનારી પેઢીને રાષ્ટ્રધ્વજનું મહત્વ સમજાય તે માટે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ છે.

અમિત શાહે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો

દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો.

હર ઘર તિરંગા’ અભિયાનની શરૂઆત આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરેથી થઈ છે. શાહે આજે તેમના ઘરેથી ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ચલાવવામાં આવી રહેલા આ અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી. તેમણે તેમની પત્ની સોનલ શાહ સાથે તિરંગો લહેરાવીને આ અભિયાનની શરૂઆત કરી હતી.

આઝાદીના આ અમૃત ઉત્સવને ઐતિહાસિક બનાવવા માટે દેશવાસીઓને 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સરકારે 20 કરોડ ઘરો પર તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગઈકાલે દેશના વિવિધ ભાગોમાં તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી હતી. દિલ્હીમાં સીઆરપીએફએ ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ તિરંગા યાત્રા કાઢી હતી, જ્યારે હરિયાણાના અંબાલામાં ગૃહમંત્રી અનિલ વિજે તિરંગા યાત્રા દ્વારા લોકોને ઘર-ઘરમાં ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, ઉત્તરાખંડના ખાતિમામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આઝાદીના અમૃત પર્વ પર તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો. પટનામાં બીજેપી નેતાઓએ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ત્રિરંગા બાઇક રેલી પણ કાઢી હતી.

Read Also

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV