GSTV

પેટાચૂંટણી પહેલા સીઆર પાટિલનો ધડાકો, હવે કોંગ્રેસના એક પણ ધારાસભ્યને નહિં મળે ભાજપમાં એન્ટ્રી

વડોદરાના કરજણ બેઠકકની વિધાનસભાની પેટાચૂંટણી છે. ત્યારે કરજણના કંડારી ખાતે આયોજિત પાર્ટી સંગઠન કાર્યકરોની બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પહોંચ્યા હતા. આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા પણ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારે પક્ષમાંથી ઉમેદવારોના ખરીદ વેચાણના આક્ષેપ પર તેઓએ પ્રતિક્રિયા આપી હતી. આ મામલે સીઆર પાટીલે જણાવ્યું કે ભાજપમાં કોઈ ખરીદ વેચાણ થતુ નથી. કોંગ્રેસમાં શું થતું હતું. તે સૌ કોઈ જાણે છે. તેમણે કહ્યુ કે જે લોકોને લાગ્યુ કે તેમનું કામ થતુ નથી તેઓ પાર્ટીમાં આવ્યા છે. તેમણે સંગઠન અને સરકાર વચ્ચે કોઈ મતભેદ ન હોવાનું પણ કહ્યું.

બેઠકમાં પહોંચ્યા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

  • ભાજપમાં કોઇ ખરીદ વેચાણ થતું નથી
  • પરેશ ધાનાણીને ટ્વીટ સિવાય બીજો કોઇ ધંધો નથી
  • કોંગ્રેસનાં શાસનમાં શું થતું હતું તે સૌ કોઇ જાણે છે
  • કોંગ્રેસમાંથી હવે ભાજપમાં કોઇને નહીં લેવાય
  • સંગઠન અને સરકાર વચ્ચે કોઇ મતભેદ નથી

ગુજરાત સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. એ સ્પષ્ટ સાબિત થઈ ગયું છે કે ભાજપ હવે ચૂંટણી જીતવા માટે કોઈ પણ સિદ્ધાંતોને નેવે મૂકી છે. એટલે જ ભાજપમાં ઓરિજનલ જનસંધના નેતાઓ કરતાં કોંગ્રેસના નેતાઓ વધારે છે. રાજ્યમાં ૧૯૯૫માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં ૨૨ ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે ૨૦૦૨થી ૨૦૧૯ સુધીની વિધાનસભાની ચાર અને લોકસભાની બે ચૂંટણીમાં પાર્ટીમાં આયાતી ઉમેદવારો અને આગેવાનોની ભરતી કરી છે.

૨૦૦૨ પછી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સાંસદ-ધારાસભ્ય

૧. કુંવરજી બાવળિયા

૨. ડો. આશા પટેલ

૩. જવાહર ચાવડા

૪. વિઠ્ઠલ રાદડિયા

૫. જ્યેશ રાદડિયા

૬. નરહરિ અમીન

૭. રાધવજી પટેલ

૮. ધર્મેન્દ્રસિંહ જાડેજા

૯. બાવકુ ઉંઘાડ

૧૦. સી. પી સોજીત્રા

૧૧. જશાભાઇ બારડ

૧૨. તેજશ્રી પટેલ

૧૩. રામસિંહ પરમાર

૧૪. અમિત ચૌધરી

૧૫. માનસિંહ ચૌહાણ

૧૬. સીકે રાઉલજી

૧૭. ભોળાભાઇ ગોહિલ

૧૮. કરમશી પટેલ

૧૯. મહેન્દ્રસિંહ વાઘેલા

૨૦. બલવંતસિંહ રાજપૂત

૨૧. પ્રહલાદ પટેલ

૨૨. છનાભાઇ ચૌધરી

૨૩. શ્યામજી ચૌહાણ

૨૪. ગિરીશ પરમાર

૨૫. જ્યંતિલાલ પરમાર

૨૬. સુંદરસિંહ ચૌહાણ

૨૭. નિમાબહેન આચાર્ય

૨૮. છબીલ પટેલ

૨૯. રાજેન્દ્ર ચાવડા

૩૦. પ્રભુ વસાવા

૩૧. પરેશ વસાવા

૩૨. કુંવરજી હળપતિ

૩૩. દલસુખ પ્રજાપતિ

૩૪. પરસોત્તમ સાબરિયા

૩૫. વલ્લભ ઘાવરિયા

૩૬. જીવાભાઇ પટેલ

૩૭. મનીષ ગિલીટવાલા

૨૮. શંકર વારલી

૩૯. લીલાધર વાઘેલા

૪૦. દેવજી ફતેપરા

૪૧. કુંવરજી હળપતિ

૪૨. પરબત પટેલ

૪૩. તુષાર મહારાઉલ

૪૪. ઉદેસિંહ બારિયા

૪૫. ભાવસિંહ ઝાલા

૪૬. લાલસિંહ વડોદિયા

૪૭. મગન વાઘેલા

૪૮. ઇશ્વર મકવાણા

૪૯. સુભાષ શેલત

૫૦. ઉર્વશીદેવી

૫૧. મનસુખ વસાવા

૫૨. કરસનદાસ સોનેરી

૫૩. ભાવસિંહ રાઠોડ

૫૪. અનિલ પટેલ

૫૫. નટવરસિંહ પરમાર

૫૬.જયદ્રથસિંહ પરમાર

૫૭. પીઆઇ પટેલ

ભાજપે વિધાનસભામાં બેઠકોની સંખ્યા વધારવા માટે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. એવી જ રીતે લોકસભાની ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં પણ પાર્ટીના નબળા ઉમેદવારોને જીતાડવા માટે ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય કે સંસદસભ્ય ભાજપમાં જોડાય એટલે સ્વાભાવિક છે કે તેમના સમર્થકો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાય છે તેથી સંગઠનમાં પણ કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થયું છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂટણીમાં ભાજપે પક્ષાંતર કરાવીને કોંગ્રેસના સિનિયર ડઝનબંધ નેતાઓને પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડાને કેબિનેટમાં મહત્વના પદ આપવામાં આવ્યા છે. ભાજપમાં વર્ષોેથી ચૂંટાઇને ધારાસભ્ય બનતા સિનિયર સભ્યોને મંત્રીપદ મળતું નથી પરંતુ કોંગ્રેસના આયાતી સભ્યોને સરકારમાં મહત્વના પદ મળી જાય છે. ગુજરાત ભાજપને જાણે કે કોંગ્રેસનો રોગ લાગ્યો છે. આ રીતે કોંગ્રેસને ખતમ કરીને ભાજપે પ્રવેશના દરવાજા ખોલીને શું સિદ્ધ કર્યું છે તે પાર્ટીના પાયાના કાર્યકરોને સમજાતું નથી.

મોરબીની પેટા ચૂંટણી કોઇપણ ભોગે જીતવા ભાજપ ઉંધા માથે થયું છે. ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે મોરબીમાં ધામા નાંખ્યા છે. પ્રદેશ સંગઠનના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, શંકર ચૌધરી, સૌરભ પટેલ અને આઇ કે જાડેજા સહિતના નેતાઓ મોરબી પહોંચ્યા છે. તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ સહિત 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે.

પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ માટે પણ આ જંગ પ્રતિષ્ઠાનો જંગ છે, ખાસ કરીને ભાજપ પ્રમુખ પાટીલે તો કૉંગ્રેસમુક્ત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો અને હાલ એ જ પક્ષપલટૂને જિતાડવા પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

READ ALSO

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!