હિન્દુઓની બહુમતિને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિનન પટેલે આપેલા નિવેદન પર સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ નીતિન પટેલના નિવેદન ખુલીને સામે સમર્થનમાં સામે આવ્યા છે..તેઓએ કહ્યુ કે, અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ સર્જાઈ છે..તે જોતા નિતિન પટેલે આપેલું નિવેદન યોગ્ય છે..ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ ગાંધીનગર ખાતે ભારત માતા મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ હતું કે હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી દેશમાં કાયદો અને બંધરણ ટકેલા છે..

ધર્મનિરપેક્ષતા પર નીતિન પટેલના નિવેદનથી છંછેડાયો વિવાદનો મધપૂડો
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ શુક્રવારે આપેલા ચોંકાવનારા નિવેદન પર અડગ છે. ગાંધીનગરમાં ભારત માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિવેદન આપ્યું હતું કે હિન્દુ બહુમતી છે ત્યાં સુધી બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદો છે. જો હિંદુઓની સંખ્યા ઘટી જશે તો કંઈ નહીં રહે.

શુક્રવારે ગાંધીનગરમાં ભારત માતાના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. દરમિયાન નીતિન પટેલે ધર્મસભામાં નિવેદન કર્યું. નીતિન પટેલે વધુમાં એમ પણ કહ્યું કે મારા શબ્દો લખી લો, જો હિંદુઓની સંખ્યા ઘટી તો તે દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે, કોઈ જ લોકશાહી નહીં, કોઈ બંધારણ નહીં રહે. બધું હવામાં દફનાવી દેવામાં આવશે.

નીતિન પટેલે જણાવ્યું કે, ‘આપણા દેશમાં કેટલાક લોકો બંધારણ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરે છે. જે દિવસે હિંદુઓની સંખ્યા ઘટશે, બીજાઓની વૃદ્ધિ થશે, ત્યારે ન ધર્મનિરપેક્ષતા, ન લોકસભા અને ન બંધારણ. તેમણે એમ પણ કહ્યું કે હું બધા વિશે વાત નથી કરી રહ્યો. મારે એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે લાખો મુસલમાન દેશભક્ત છે, લાખો ઈસાઈ દેશભક્ત છે. ગુજરાત પોલીસમાં હજારો મુસલમાન છે, તે બધા જ દેશભક્ત છે.’

શુક્રવારે ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં ધર્મસભા દરમિયાન નીતિન પટેલે આ વાત કરી હતી. આ મંદિરને ગુજરાતનું પહેલું ભારત માતા મંદિર માનવામાં આવે છે. નીતિન પટેલે આ નિવેદન આપ્યું તે સમયે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા, વીએચપી અને આરએસએસના ટોચના નેતાઓ ઉપસ્થિત હતા.
Read Also
- UNSCની અધ્યક્ષતા કરશે રશિયા, યુક્રેને કહ્યું- આ એપ્રિલ ફૂલની સૌથી ખરાબ મજાક છે
- ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછળા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા
- આયર્નની ઉણપ હોય ત્યારે શરીર આ સંકેત આપે છે, તેને તરત ઓળખો, નહી તો ગંભીર તકલીફ થશે
- Beauty Tips/ ડાર્ક સર્કલ્સથી બગડી રહી છે ચહેરાની સુંદરતા?, આ બે વસ્તુઓથી કરો ઈલાજ
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું