GSTV
Gujarat Government Advertisement

CPL 2020: કેઇરોન પોલાર્ડની વિસ્ફોટક ઇનિંગ્સ, ટ્રિનબાગો નાઈટ રાઇડર્સનો સતત ત્રીજો વિજય

cpl

Last Updated on August 24, 2020 by Bansari

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની ટી20 ક્રિકેટ લીગની સિઝનમાં રવિવારે રાત્રે રમાયેલી નવમી મેચમાં ટ્રિનબાગો નાઈટ રાઇડર્સે બાર્બાડોસ ટ્રાઇડેન્ટસને 19 રનથી હરાવ્યું હતું. 186 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બાર્બાડોસની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 166 રન જ બનાવી શકી. આ ટુર્નામેન્ટમાં નાઈટ રાઇડર્સનો આ સતત ત્રીજો વિજય હતો.

પોલાર્ડ માત્ર 17 બોલમાં 41 રન ફટકારીને અણનમ રહ્યો

આ અગાઉ બ્રાયન લારા સ્ટેડિયમમાં નાઈટ રાઇડર્સે 20 ઓવરમાં 3 વિકેટે 185 રન બનાવ્યા હતા. ડેરેન બ્રાવોએ સૌથી વધુ 54 રન બનાવ્યા. તેણે 36 બોલની ઇનિંગ્સમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પોલાર્ડ માત્ર 17 બોલમાં 41 રન ફટકારીને અણનમ રહ્યો હતો. હકીકતમાં પોલાર્ડને ઝંઝાવાતી બેટિંગને કારણે જ તેની ટીમ જંગી સ્કોર ખડકી શકી હતી. તેણે 17 બોલમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો હતો.

બાર્બાડોસની સતત બીજી હાર

અંતિમ ઓવરમાં પોલાર્ડ અને બ્રાવો બંને પાસે અડધી સદીની તક હતી પરંતુ બ્રાવો સફળ રહ્યો હતો. કોલિન મુનરોએ પણ સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 50 રનનું યોગદાન આપ્યું હતું. બાર્બાડોસ એશલી નર્સ, જેસન હોલ્ડર અને રેઈફર એક –એક વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

જહોનસન ચાર્લ્સે બાર્બાડોસ તરફથી સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. શાઈ હોપે 38 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન જેસન હોલ્ડરે 19 બોલમાં ત્રણ સિક્સરની મદદથી 34 રન બનાવ્યા હતા. એશ્લે નર્સે 12 બોલમાં 21 રન બનાવ્યા. બાર્બાડોસ માટે આ સતત બીજી હાર છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Maruti, Hyundai, Tataની બજારમાં આવી રહી છે નવી કાર, 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે મળશે SUV નો આનંદ

Harshad Patel

ખરતા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!