GSTV

CPL 2020: વરસાદ બન્યો વિલન, સેંટ લૂસિયા ઝુક્સે ચાર ઓવરમાં 50 રન ફટકારીને જીતી લીધી મેચ

સેંટ

Last Updated on August 21, 2020 by Bansari

કેરેબિયન લીગ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં બ્રાયન લારા સ્ટેડિયમ ખાતે ગુરુવારે મોડી રાત્રે (ભારતમાં શુક્રવારે વહેલી સવારે) રમાયેલી પાંચમી મેચ વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી પરંતુ તેનો રોમાંચ જરાય ઘટ્યો ન હતો. સેંટ લૂસિયા ઝુક્સે આ મેચમાં માત્ર ચાર ઓવરમાં જ 50 રન ફટકારીને મેચ જીતી લીધી હતી. બાર્બાડોઝ ટ્રાઇડેન્ટ્સ સામેની આ મેચ વરસાદને કારણે અનિર્ણીત રહેશે તેમ લાગતું હતું પરંતુ અંતે તે રમાઈ હતી.

પાંચ ઓવરમાં 50 રનનો લક્ષ્યાંક

બાર્બાડોઝે પ્રથમ બેટિંગ કરીને 18.1 ઓવરમાં સાત વિકેટે 131 રનનો સ્કોર નોંધાવ્યો ત્યાર બાદ વરસાદનું આગમન થયું હતું. બંને અમ્પાયર્સે ઘણા સમય સુધી રાહ જોઈ હતી. અંતે ડકવર્થ એન્ડ લૂઇસ સિસ્ટમને આધારે સેંટ લૂસિયાને પાંચ ઓવરમાં 50 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે લેંટ લૂસિયાએ 4.1 ઓવરમાં જ વટાવી દીધો હતો.

જમૈકા માટે કોર્નવોલે આઠ બોલમાં 14 રન, આન્દ્રે ફલેચરે માત્ર સાત બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે અણનમ 16 રન તથા મોહમ્મદ નબીએ છ બોલમાં 15 રન ફટકારીને ટીમને સફળતા અપાવી હતી.

ટુર્નામેન્ટમાં જમૈકાનો આ પ્રથમ વિજય હતો. કેરેબિયન પ્રીમિયર લીગ ટી20ની આ સિઝન કોરોના વાયરસને કારણે મોડી શરૂ થઈ છે પરંતુ ધીમે ધીમે તેનો રોમાંચ વઘી રહ્યો છે. હાલમાં ત્રિનબાગોની ટીમ બે મેચમાં બે વિજય સાથે ચાર પોઇન્ટ હાંસલ કરીને મોખરે છે. તો અન્ય ચાર ટીમ તેમની બે બે મેચ રમી ચૂકી છે અને તમામનો એકમાં વિજય અને એકમાં પરાજય થયો છે તો સેંટ કિટ્સની ટીમ તેની બંને મેચ હારી ગઈ છે.

Read Also

Related posts

First Picture / વિરાટ કોહલીની દીકરીની પહેલી ઝલક, મેચ દરમિયાન અનુષ્કા સાથે દેખાઈ વામિકા

GSTV Web Desk

ICC U19 World Cup: ભારતે યુગાંડાને 326 રનથી હરાવ્યું, ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા

Bansari

Breaking / BCCIએ જાહેર કર્યો વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટી20 સીરીઝનો કાર્યક્રમ, અમદાવાદ અને કોલકાતાના સ્ટેડિયમમાં રમાશે મેચો

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!