GSTV
Home » News » મુંબઇ ઇન્ડિયન્સના ઉપકેપ્ટન કિરોન પોલાર્ડે ટીમ બદલી હવે હોમ ફેન્ચાઇઝી ટીમમાંથી રમશે

મુંબઇ ઇન્ડિયન્સના ઉપકેપ્ટન કિરોન પોલાર્ડે ટીમ બદલી હવે હોમ ફેન્ચાઇઝી ટીમમાંથી રમશે

વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સના ઉપકેપ્ટન કિરોન પોલાર્ડે કેરિબિયન પ્રિમીયર લીગમાં પોતાનો ખેલ બદલ્યો છે .અને સીપીએલમાં તેની ઘરવાપસી થઇ છે. ૪ સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી આ ટુર્નામેન્ટમાં પોલાર્ડ ટિનબાગો નાઇટ રાઇડર્સની ટીમમાં રમતા જોવા મળશે.

આ પહેલા તે ર૦૧૮ માં સેન્ટ લુસીયામાં રમતા હતા  અને સેન્ટ લુસીયા પહેલા બારબડોસ ટાઇડેન્ટ તરફથી ર૦૧૩ થી ર૦૧૭ સુધી રમતા જોવા મળયા હતા. હવે પોલાર્ડ પહેલી વખત પોતાની હોમ ફેન્ચાઇઝી તરફથી રમતા જોવા મળશે. ટિનબાગો નાઇટ રાઇડર્સના ડાયરેકટર વેંકી મૈસુરનું કહેવું છે કે પોલાર્ડ ટીમમાં આવવાથી બહુ ખુશી થઇ છે.

અમારી એ કોશિષ હશે કે ટીનીના વધુને વધુ ખેલાડીને ટિનબાગો નાઇટ રાઇડર્સમાં સમાવવામાં આવે. હૂં બહુ ખુશ છું અને પોલાર્ડ આ ટીમમાંથી ૪ સપ્ટેમ્બરે રમવા મેદાનમાં ઉતરતા જોવા આતુર છું.  આ સમયે તેના ચાહકોના પ્રતિભાવ જોવા જેવા હશે. અત્રે એ યાદ આપીએ કે ટિનબાગો નાઇટ રાઇડર્સે ત્રણ વખત સીપીએલનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે.પોલાર્ડને આશા છે કે  પોતાના પ્રદર્શનથી આ સીઝનમાં બહુ મોટો ભાગ ભજવશે.

તમને એ જણાવીએ કે પોલાર્ડ અત્યાર સુધીમાં ૪૭૪ ટી-ર૦ મેચ રમી ચુકયા છે અને તેને આ પ્રકારે રમવાનો તેને સારો અનુભવ પણ છે.રર મેના રોજ ટીમ તૈયાર કરાશે એ દરમિયાન પોલાર્ડની જવાબદારીનો ટીમ નિર્ણય કરશે.આ વખતે સીપીએલનું આયોજન ૪ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી આયોજન કરાયું છે. અત્યારે પોલાર્ડ ઇન્ડિયન પ્રિમીયર લીગમાં રમી રહયા છે અને તે મુંબઇ ઇન્ડિયન્સનો એક ભાગ પણ છે.આ પહેલા ગેલ પણ હોમ ફેન્ચાઇઝીમાં પરત આવી ચુકયા છે.તે જમૈકન જમૈકા થલાવાહ તરફથી સીપીએલમાં રમતા જોવા મળશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi

આ ગંદી બાત-3ના ટ્રેલરના સૌથી બોલ્ડ સીન છે, અહીં જુઓ ફોટાઓ

Kaushik Bavishi

બિહારનાં લોકો પૂરગ્રસ્ત છે ત્યારે સુપર-30 ફિલ્મ જોવા અંગે બિહારનાં Dy.CM સુશીલ મોદીએ આપ્યો આ જવાબ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!