GSTV
Home » News » ગેલે ફરી મચાવી ધમાલ, એક જ મેચમાં લાગ્યા 37 છગ્ગા…

ગેલે ફરી મચાવી ધમાલ, એક જ મેચમાં લાગ્યા 37 છગ્ગા…

કેરેબિયન પ્રીમિયર લીગમાં ધમાલ મચાવતા ક્રિસ ગેલે કારકિર્દીની ૨૨મી ટ્વેન્ટી-૨૦ સદી સાથે ૬૨ બોલમાં ૧૧૬ રન ફટકાર્યા હતા, જેમાં ૭ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સામેલ હતા. તેનો સાથ આપતાં ચાડવિક વાલ્ટને ૩૬ બોલમાં ૭૩ રન (૩ ચોગ્ગા, ૭ છગ્ગા) ફટકાર્યા હતા. બંનેએ ૧૬૨ રનની ભાગીદારી નોંધાવી હતી. તે ઈનિંગમાં કુલ ૨૧ છગ્ગા નોંધાવ્યા હતા. ૨૦ ઓવરમાં ૪ વિકેટ ૨૪૧ રન ખડકવા છતાં તાલાવાહ્સ હારી ગયા હતા અને પેટ્રિયોટ્સ ટીમે ૧૮.૫ ઓવરમાં જ છ વિકેટ ગુમાવીને ૨૪૨ રન કરતાં જીત મેળવી હતી.

પેટ્રિયોટ્સ તરફથી એવિન લુઈસે રેકોર્ડ ૧૭ બોલમાં અડધી સદી સાથે ૧૮ બોલમાં ૫૩, ડેવોન થોમસે ૪૦ બોલમાં ૭૧ અને ફાબિયન એલને ૧૫ બોલમાં અણનમ ૩૭ રન ફટકાર્યા હતા. આ સાથે ટીમને સાત બોલ બાકી હતા, ત્યારે ટીમને જીત અપાવી હતી. બીજી ઈનિંગમાં ૧૬ અને મેચમાં કુલ ૩૭ છગ્ગા નોંધાતા વર્લ્ડ રેકોર્ડની બરોબરી થઈ હતી.

જ્યારે ટી-૨૦ ઈતિહાસમાં બીજા ક્રમના હાઈએસ્ટ સ્કોરનો સફળતાપૂર્વક ચેઝ થયો હતો. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે રન ચેઝ કરતાં પાંચ વિકેટે ૨૪૫ના સ્કોર સાથે જીત મેળવી હતી. ટ્વેન્ટી-૨૦માં કુલ મળીને ૩૮.૫ ઓવરમાં ૪૮૩ રન નોંધાયા હતા.

READ ALSO

Related posts

હરિયાણવી ડાન્સરના ગીત ‘ઈશ્ક કા લાડા’ નું ટીઝર રીલિઝ, કાતિલ નજરથી દર્શકોને બેભાન કરશે સપના

Ankita Trada

સુરત : ત્રિપલ અકસ્માતમાં ગર્ભવતી મહિલા પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

IPL-2020ની ફાઈનલ મુંબઈમાં જ રમાશે : ગાંગુલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!