નવા વર્ષના દિવસે ગુજરાતમાં અહીં પુરુષો પરથી ગાયો દોડાવવામાં આવે છે

દાહોદ જીલ્લામાંદિવાળીના બીજા દિવસે એટલે કે નૂતન વર્ષના દિવસે ગાય ગૌહરીના તહેવારની ઉજવણીકરવામાં આવે છે. નગરજનો દ્વારા ગાયની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. અને ગાયોની પૂજા સમયે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. સાથે બાધા રાખેલા આદિવાસી ભાઈઓ દંડવત પ્રણામ કરીને જમીન પર ઉંધા સુઇને ગાય ગૌહરી પાડે છે.

ત્યારબાદ સુઇ ગયેલા લોકો પર ગૌવંશ દોડાવવામાં આવે છે. ગૌહરી પડનાર લોકોને નિહાળવા માટે આજુબાજુ ગામના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે.વર્ષો જૂની ચાલતી આવતી પરંપરામાંઆ દિવસે કોઈને નુકસાન થતું નથી

દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધરાવતોજિલ્લો છે દિવાળી પર્વ ની ખુબ જ અનોખી રીતે ઉજવણી અહીંયાં કરવામાં આવે છે. દાહોદ જિલ્લાનાં ગરબાડા ગામે ગાય ગોરી નવા વર્ષના દિવસે ઉજવવામાં આવે છે. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ગાયોને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે, અને બાધા રાખેલા આદિવાસી ભાઈઓ દંડવત પ્રણામ કરી જમીન પર ઉંધા સુઇને ગાય ગોહરી પડે છે.

ગાય અને બળદોનો સમૂહ તેમના શરીર ઉપરથી પસાર થાય છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અને આમાં કોઈને નુકસાન પણ થતું નથી. આદિવાસી માન્યતા પ્રમાણે ખેતી કામ દરમિયાન ગાય માતા અને તેમના વંશ જ બળદ વગેરે સાથે જાણે અજાણે કોઈ ભૂલ થઇ હોય  તૌ ગાય માતાની માફી આ રીતે માંગીને બાધા પૂર્ણ કરવામાં આવે છે. ઉત્સાહભેર ઉજવાતા ગાય ગોહરીનાં પર્વને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમતું હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter