GSTV
Gujarat Government Advertisement

CoWIN પોર્ટલ યુઝર માટે મહત્વના સમાચાર, 24 કલાકમાં આટલી વખત સર્ચ અને OTP જનરેટ કરશો તો થઇ શકો છો બ્લોક

Last Updated on June 10, 2021 by Zainul Ansari

કોરોનાને અટકાવવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં ઘણા લોકો CoWIN પર એક દિવસમાં ઘણી વખત સર્ચ રિક્વેસ્ટ કરી રહ્યા છે. પરંતુ હવે સ્લોટ માટે 1000થી વધુ વખત સર્ચ કરનારા અથવા 24 કલાકની અંદર 50થી વધુ ઓટીપી જનરેટ કરનારાને CoWIN પર બ્લોક કરી દેવામાં આવશે. આ સિસ્ટમ 15 મિનિટની અંદર 20થી વધુ વખત સર્ચ કરનારા યુઝર્સને પણ લોગ આઉટ કરી દેશે. કેન્દ્રીય અધિકારીએ જણાવ્યું કે ઘણી વખત સર્ચ રિક્વેસ્ટ થવા પર મિસ્ટેક થઇ શકે છે.

કેન્દ્રીય અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરના ઓછામાં ઓછા 6,000 વપરાશકર્તાઓ શંકાસ્પદ પ્રવૃત્તિ માટે લોગ આઉટ કરી દેવામાં આવ્યા છે. અમે આવા તમામ યુઝર્સને શોધી રહ્યા છીએ. જો તેઓ આમ ઘણીવાર કરતા જોવા મળે છે, તો તેમને કાયમી રૂપે બ્લોક પણ કરી શકાય છે. અમે બોટ પ્રવૃત્તિને રોકવા માટે સર્ચની સંખ્યાની ગણતરી કરી રહ્યા છીએ.

પોર્ટલ પર સેવાની નવી શરત

અધિકારીએ જણાવ્યું જો તેઓ લોગ આઉટ છે, તો વપરાશકર્તાઓને તેમના અકાઉન્ટમાં અસામાન્ય ગતિવિધિ અંગે સચેત કરવા માટે CoWIN સમર્થનથી ફોન કોલ પ્રાપ્ત થશે. પોર્ટલ પર સેવાની નવી શરતો સ્લોટ બુક કરવા માટે બોટ્સના ઉપયોગને કાયદેસર બનાવે છે. કેન્દ્રીય અધિકારીએ જણાવ્યું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ મોબાઇલ નંબર અમારા રડાર પર હશે અને કાયદાકિય કાર્યવાહી કરી શકાય છે.

કોરોના

વેક્સિન સ્લોટ માટે 1000થી વધુ સર્ચ કરનારા અથવા 24 કલાકની અવધિમાં 50થી વધુ ઓટીપી (OTP) જનરેટ કરનારને CoWin પરથી બ્લોક કરી દેવામાં આવશે. પોર્ટલ ટીમના એક અધિકારીએ જણાવ્યું કે જે ફોન નંબર પરથી એક વખત વ્યક્તિ રજિસ્ટ્રેશન કરી લેશે, તેને 24 કલાક માટે બ્લોક કરી દેવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કામની વાત: Whatsapp પર આવેલ ફ્રોડ મેસેજની આ રીતે કરો ઓળખ, જાણી લો આ 10 રીતો

Pritesh Mehta

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, આ પ્લેયરોનો છે શામેલ

Dhruv Brahmbhatt

પરમાણુ બોમ્બ/ યુદ્ધ ફાટે તો 3,825 શહેર તો ગણતરીની મીનિટોમાં થઈ જશે ખાખ, 9 દેશો પાસે છે 13,080 બોમ્બ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!