GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પાલનપુરના આ વેપારીએ ગૌવંશની સેવા કરી સમાજને અનોખું ઉદાહરણ પુરું પાડ્યું

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં એક વેપારી ગૌવંશની સેવા કરી સમાજને અનોખું ઉદાહરણ પુરું પાડી રહ્યાં છે. આ સેવા થકી તેઓ ગાયથી વિખૂટા પાડેલા વાછરડાને પોતાના પરિવારના સભ્યોની જેમ સાચવે છે. એટલું જ નહીં પોતાના વ્યવસાયની જગ્યામાં આશરો આપી પરિવારના સભ્યોની જેમ માવજત પણ કરે છે.

પરેશભાઈ પ્રજાપતિ ગૌવંશના સંરક્ષણ માટે હંમેશા અગ્રેસર જોવા મળે છે

પાલનપુર હાઈવે વિસ્તારમાં આરસ પથ્થરની ફેકટરીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઈ પ્રજાપતિ ગૌવંશના સંરક્ષણ માટે હંમેશા અગ્રેસર જોવા મળે છે. છેલ્લા 10 વર્ષથી પરેશભાઈ શહેરમાં બીમાર પડેલી તેમજ અકસ્માતનો ભોગ બનેલી ગાયની સારવાર આપવા માટે દોડી જાય છે. પરેશભાઈની ગૌસેવાને કારણે અત્યાર સુધીમાં હજારો ગાયના જીવ બચ્યા છે. આટલું જ નહીં જો કોઈ ગાય મૃત્યુ પામે અને તેનું વાછરડું એકલું રહી જાય તેવા વાછરડાઓને તેઓ પોતાની ફેકટરીમાં લાવી પોતાના ખર્ચે ઉછેર કરે છે. પરેશભાઈ તમામ વાછરડાઓને શરૂઆતમાં ટોટી દ્વારા દૂધ પીવડાવે છે, જે બાદ લીલો ઘાસચારો અને દાણ પણ ખોરાકમાં આપે છે. તો તમામ વાછરડા પણ પરેશભાઈને જોઈને લાડ લડાવે છે.હાલ તેમની પાસે આવા 11 વાછરડા છે જેમની તેઓ સાર સંભાળ રાખી રહ્યા છે. આ તમામ વાછરડાઓના તેઓએ રાધા, સુરભી, મંગલ દાસ, ગંગા જેવા નામ પણ પાડ્યા છે.

માનસિક શાંતિ મેળવવા માગતા હોય તે લોકોએ ચોક્કસ ગૌવંશની સેવા કરવી

સેવા કરવાની ભાવના જ્યારે પરિવારના એક વ્યક્તિમાં આવે છે ત્યારે તેની અસર પૂરા પરિવારમાં જોવા મળતી હોય છે. પરેશભાઈના બે પુત્રો પણ અભ્યાસની સાથે પોતાના પિતાની જેમ વાછરડાની સેવા કરી યુવાનો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. પરેશભાઈના મતે જ્યારથી તેઓએ આ સેવા ચાલુ કરી છે ત્યારથી તેઓ ડિપ્રેશનમાં આવ્યા નથી. ત્યારે તેમના મત મુજબ જે લોકો માનસિક શાંતિ મેળવવા માગતા હોય તે લોકોએ ચોક્કસ ગૌવંશની સેવા કરવી જોઈએ.

READ ALSO

Related posts

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi

હાસ્ય કલાકાર અગ્રિમાને બળાત્કારની ધમકી આપનારો વડોદરાથી પકડાયો, ઇન્સ્ટા પર VIDEO કર્યો હતો વાયરલ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!