GSTV
Gujarat Government Advertisement

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

ગાય

Last Updated on May 12, 2021 by Bansari

કોરોના સંક્રમણના આ દોરમાં અફવાઓનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર અનેક દેશી નુસ્ખા જણાવવામાં આવી રહ્યાં છે અને તેનાથી કોરોનાથી સ્વસ્થ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આવો જ એક ઉપાય જણાવવામાં આવી રહ્યો છે કે ગાયના છાણ અને ગૌમૂત્રનો લેપ આખા શરીર પર લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે અને કોરોનાવાયરસથી બચાવ થાય છે અને કોરોનાવાયરસથી બચાવ થાય છે. ડોક્ટરોએ તેને નકારી કાઢતા જણાવ્યું કે તેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

ડોક્ટરોનું કહેવુ છે કે તેનાથી કોરોનાવાયરસને નષ્ટ ન કરી શકાય પરંતુ તેનાથી અનેક બિમારીઓ ફેલાવાનો ખતરો છે. એક રિપોર્ટ અનુસાર, ગાયના છાણથી કોરોના વાયરસના નષ્ટ થવાની કોઇ સંભાવના નથી. જણાવી દઇ કે દેશમાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધી ભારતમાં 22.66 મિલિયન કેસ સામે આવ્યા છે અને 2 લાખ 46 હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.

ગાય

ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાથી બચી શકાય તેવો દાવો

દેશભરમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઘણા લોકો સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યાં છે. કોરોનાની બીજી લહેર એટલી ખતરનાક છે કે દેશભરમાં ડરનો માહોલ છે. ગુજરાતમાં કેટલાંક લોકોએ ગાયના છાણ અને ગૌમૂત્રને પોતાના આખા શરીરે લગાવી દીધુ અને દાવો કર્યો કે તેનાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી શકાય છે.  

સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા બાદ ગૌશાળાઓમાં લોકોની ભીડ થવા લાગી છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેનાથી તેમના શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને કોરોના સંક્રમણ નહી થાય. જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવી છે. ઘરો અને ધાર્મિક અનુષ્ઠાનોના સમયે ગાયના છાણથી જમીનને લીપવામાં આવે છે. તેમ પણ માનવામાં આવે છે કે ગૌમૂત્ર અને છાણમાં અનેક ચિકિત્સીય ગુણ છે.

ગાય

ડોક્ટરોએ આપી આ ચેતવણી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જે.એ. જયલાલે જણાવ્યું હતું કે કોવિડ -19 સામે ગાયના છાણ અથવા ગૌમૂત્ર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેવા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. આ વસ્તુ સંપૂર્ણપણે માન્યતા પર આધારિત છે. તેમણે કહ્યું કે કોવિડની સારવારમાં હંમેશા સરકારની માર્ગદર્શિકાનું પાલન થવું જોઈએ. કોઈપણ દવા માત્ર તબીબી સલાહ પર લેવી જોઈએ.

દેશ અને વિશ્વના વૈજ્ઞાનિકો અને ડોકટરોએ કોવિડ -19 ની સારવાર માટેની વૈકલ્પિક સારવાર સામે વારંવાર ચેતવણી આપી છે. ડોક્ટરો કહે છે કે સલામતીની ખોટી ભાવનાથી આરોગ્યની સમસ્યાઓ વધુ જટિલ બની શકે છે. કોરોના સંક્રમણને રોકવા અને સારવાર માટે જે માર્ગદર્શિકા બનાવવામાં આવી છે તે મુજબ, દવાઓનું સેવન કરવું જોઇએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!