GSTV
India News Trending

કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ

દેશમાં ફરી કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ શાળો શરૂ થઈ છે જેના પગલે નાના ભૂલકાઓ સ્કૂલે જઈ રહ્યા છે પરિણામો વાલીઓમાં ચિંતા વ્યાપી છે. જોકે, આ સ્થિતિ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, ટૂંક સમયમાં 7 થી 11 વર્ષની વયના બાળકોને કોવોવેક્સ રસી આપી શકાય છે. સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ તેની મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ ભલામણને અંતિમ મંજૂરી માટે ડીસીજીઆઈને મોકલવામાં આવી છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) ખાતે સરકારી અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 16 માર્ચે ઈમર્જન્સી ઉપયોગ કરવા માટે અરજી કરી હતી.

ઉલ્લેખનીય છે કે, નિષ્ણાત સમિતિએ એપ્રિલમાં યોજાયેલી તેની છેલ્લી બેઠકમાં પુણે સ્થિત કંપની પાસેથી અરજી અંગે વધુ માહિતી માંગી હતી. DCGI એ 28 ડિસેમ્બરે કોવોવેક્સને પુખ્ત વયના લોકોમાં મર્યાદિત કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપી હતી અને 9 માર્ચે તેને અમુક શરતોને આધીન 12 થી 17 વર્ષની વય જૂથમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી. 12-14 વર્ષની વયના બાળકોનું 16 માર્ચ રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu
GSTV