GSTV
Gujarat Government Advertisement

મહત્વનું/ કોવિશિલ્ડ રસી અંગે થઇ સૌથી મહત્વની જાહેરાત, હવે વેક્સિન લેવાનો માર્ગ થયો મોકળો

Last Updated on May 16, 2021 by pratik shah

કોરોના વેકસીન કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો તફાવત વધારી દેવામાં આવ્યો છે, તેનાથી સંબંધિત ફેરફારો હવે કોવિન પોર્ટલ પર પણ જોવા મળશે. આ સાથે, એક મોટો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જેમણે પહેલેથી જ બીજા કોરોના ડોઝ (કોવિશિલ્ડની) માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લીધી છે, તેમની એપોઇન્ટમેન્ટ રદ્દ કરવામાં આવશે નહીં. હવે લોકોને સલાહ આપવામાં આવી છે કે કોવિશિલ્ડ કોરોના રસી માટે જેને બીજી રસી લેવાની જરૂર હોય તેણે નવા ફરક પ્રમાણે એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેવી.

વેક્સીન

કોવિશિલ્ડનાં બે ડોઝ વચ્ચેનું અંતર પહેલા 6-8 સપ્તાહનું હતું, ભારતમાં હવે તે વધારીને 12-16 સપ્તાહનું કરી દેવામાં આવ્યું છે, કોવિડ વર્કીંગ ગૃપએ તેની ભલામણ કરી હતી.

કોવિડ સાઇટ પર હવે તમે જોશો તો ત્યાં લખેલું છે કે કૌવૈક્સિનનો બીજો ડોઝ, પહેલા ડોઝનાં 28થી 42 દિવસ બાદ પણ લઇ શકાય છે, ત્યાં જ કોવિશીલ્ડનાં પહેલા અને બીજા ડોઝમાં 84થી 112 દિવસનું અંતર હોવું જોઇએ, તે ઉપરાંત હવે રશિયાની કોરોના રસી અગે પણ જણાવવામાં આવ્યું છે કે કેમ કે ડો. રેડ્ડીએ પણ તેનું રસીકરણ શરૂ કરી દીધું છે, તેના બંને ડોઝ વચ્ચે 21 થી 90 દિવસનું અંતર રાખી શકાય છે. 

દેશમાં કોરોનાની રસીની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાનાં વડા અદાર પુનાવાલાએ શનિવારે કહ્યું કે વેક્સિનની માંગને પુરી કરવા માટે ઉત્પાદનમાં તેજી લાવવાનાં પ્રયાસો થઇ રહ્યા છે, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટીટ્યુટ દેશનાં બે અગ્રણી વેક્સિન ઉત્પાદક છે, બંનેએ અત્યાર સૂધીમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સિનનો પુરવઠો પુરો પાડ્યો છે, અને તે પ્રક્રિયા સતત ચાલું જ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!