GSTV
Gujarat Government Advertisement

એક દેશ એક વેક્સિન તો ભાવ જુદા જુદા કેમ? કેન્દ્રને 150 તો રાજ્યોને 400 રૂપિયા, કિંમતોમાં બેવડા ધોરણોની સરકારની નીતિ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Last Updated on April 21, 2021 by Harshad Patel

કોરોના વાયરસને માત આપવા માટે વેક્સિનેશનના નવા ચરણની જાહેરાત થઈ ગઈ છે. આ સાથે સીરમ ઈન્સ્ટિટ્યૂટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે. પરંતુ હવે આને લઈને પણ એક નવી બહેસ ચાલુથઈ ગઈ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને દાવો કર્યો કે સીરમ ઈસ્ટીટ્યૂટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અલગ અલગ કિંમતે વેક્સિન વેચી રહી છે જે ખોટું છે.

કોવિશીલ્ડ

કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે મળશે

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે, કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે મળશે. પરંતુ રાજ્ય સરકારોને 400 રૂપિયા આપવા પડશે. આ સંઘીય ઢાંચા માટે યોગ્ય નથી. એનાથી રાજ્યો પર વધારાનો ભાર પડશે. જે બિલકુલ ખોટું છે. અમે માગ કરીએ છીએ કે કેન્દ્ર રાજ્ય સરકારો માટે એક દેશ એક કિંમત નક્કી કરવામાં આવે.

પ્રાઈવેટ હોસ્પિટલો અને રાજ્ય સરકારો માટે વેક્સિનના ભાવ જાહેર કર્યા

જણાવી દઈએ કે સીરમ ઈન્સ્ટીટ્યૂટે બુધવારે પ્રાઈવેટ હોસ્પિટલો અને રાજ્ય સરકારો માટે વેક્સિનના ભાવ જાહેર કર્યા છે. રાજ્યસરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે પૈસા ચુકાવવા પડશે. કેન્દ્ર સરકારે જે વેક્સિનના નવા તબક્કાની શરૂઆત કરી છે તે એક મેથી ચાલુથઈ રહી છે. આ દરમિયાન રાજ્ય સરકાર અને પ્રાઈવેટ હોસ્પિટલ સીધા જ વેક્સિન ઉત્પાદકો પાસેથી વેક્સિન ખરીદી શકશે.

ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિન નિર્માતા

કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર વેક્સિનની અછતને લઈને પણ હુમલો તેજ કર્યો છે. કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિન નિર્માતા છે. તેમ છતાં તેની 1.3 ટકા વસતીને જ વેક્સિન લગાવી શકાઈ છે. આપણા દેશના લોકો જ વેક્સિનની અછતથી કેમ ઝઝૂમી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે એક તરફ ઓક્સિજનની પણ કિલ્લત છે. ટેસ્ટિંગ મામલે પણ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને રિપોર્ટની રાહજોઈને બેથી 3 દિવસની રાહ જોવી પડે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!