GSTV

કોરોનાકાળમાં વેક્સીનની પળેપળની મેળવો માહિતી, ભારત સરકારે તૈયાર કરી આ ખાસ એપ

કોરોના વેક્સીન પર ઘણી કંપનીઓ તેજીથી કામ કરી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે, જલ્દી જ બજારમાં ઉપલબ્ધ થશે. એવામાં ભારત સરકારે એક ખાસ એપ્લીકેશન તૈયાર કરી છે, જેનું નામ કોવિન એપ છે. આ એપથી તમને કોરોના વેક્સીનની દરેક જાણકારી તમારા મોબાઈલ પર મિનિટોમાં મળવા લાગશે.

આ મુખ્ય જાણકારીઓ આપશે કોવિન એપ

સરકારની આ એપ પર તમને વેક્સીનના સ્ટોક, ડિસ્ટ્રીબ્યૂશન, સ્ટોરેજ જેવી મુખ્ય જાણકારી તમારા મોબાઈલ પર મિનિટોમાં જાણી શકશો. તો વેક્સીન મેળવનારને રસી ક્યારે લાગશે, તેનું શેડ્યૂલ પણ કોવિન એપથી મળી શકશે. આ એપ થકી દેશભમાં ફેલાયેલ 28 હજાર સ્ટોરેજ સેંટર્સ પર હાજર સ્ટોકની જાણકારી મળી શકશે.

આના પર પણ રાખશે નજર

કોરોના વેક્સીનના સ્ટોકથી લઈને જગ્યાઓનું તાપમાન પર પણ કોવિન એપ નજર રાખશે. આ એપ થકી એ જાણી શકાશે છે કે, સ્ટોરેજ પોઈંટ્સ પર તાપમાનમાં ફેરફાર થઈ રહ્યા છે કે નહી. ખરેખર વેક્સીન લગાવતા પહેલા ત્યાંનું તાપમાન પણ તેના પ્રમાણે હોવુ જરૂરી છે.

સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ કરાવશે એપ

સરકારી આ એપથી તમે એ પણ જાણી શકો છો કે, તમને રસી કોણ લગાવશે. તો સરી લગાવ્યા બાદ કોવિન એપથી તમે તેનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કરી શકો છો. કોવિન એપથી વેક્સીનના બંને ડોઝ લાગી જવા પર એપમાં એક રસીકરણ સર્ટીફિકેટ પણ જનરેટ થશે. ત્યારબાદ એ જાણી શકાશે કે, તમને વેક્સીન લાગી ચૂકી છે.

ભારત સરકારને ઓછી કિંમતમાં મળશે વેક્સીન

સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાની કેપેસિટી એક મહિનામાં 5 થી 6 કરોડ ડોજ તૈયાર કરવાની છે. ફેબ્રુઆરી સુધી તેને વધારીને 10 કરોડ ડોઝ કરવાની તૈયારી છે. તેમણે આગળ કહ્યું છે કે, વધારે ડિમાંડના કારણે ભારત સરકારને વેક્સીન 3 થી 4 ડોલર એટલે 225-300 રૂપિયામાં મળશે, પરંતુ સામાન્ય જનતાને વેક્સીન માટે 500 થી 600 રૂપિયા આપવામાં હશે.

આ વર્ષ સુધી દરેક ભારતીયોને લાગી જશે રસી

સીરમ ઈંસ્ટીટ્યૂટના મત પ્રમાણે વર્ષ 2024 સુધી દરેક ભારતીયોને રસી લાગી ચૂકી હોય છે. ભારતમાં દર વ્યક્તિને રસી લાગવામાં 2 અથવા ત્રણ વર્ષ લાગી જશે. આ માત્ર આપૂર્તિમાં ખામીના કારણે જ નહી, પરંતુ એટલા માટે કારણ કે, તમારે બજેટ, ટીકા, સાજો સામાન, બુનિયાદી માળખાની જરૂરિયાત છે અને ફરી રસી લગાવવા માટે રાજી હોવું જોઈએ અને આ તે કારક છે જે આખી આબાદી માટે 80-90 ટકા લોકોને ટીકાકરણ માટે જરૂરી છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ 1લી ડિસેમ્બરથી બદલાઈ રહ્યા છે આ નિયમ, જાણો તમારી જિંદગી પર શું પડશે અસર

Ankita Trada

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!