ઓક્સફર્ડ કોવિડ-19 પ્રાયોગિક રસીના ચેન્નાઈ ખાતેના 40 વર્ષના વોલન્ટિયરે આક્ષેપ મૂક્યો છે કે, રસીનો ડોઝ લીધા બાદ તેને ગંભીર આડઅસરો થઈ હતી અને તેના કારણે તેને પાંચ કરોડનું વળતર આપવામાં આવે. આ દાવાની ચકાસણી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને પ્રયોગના સ્થળની ઈન્સ્ટીટયૂશનલ એથિક્સ કમિટિ કરી રહી છે. દરમિયાનમાં ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના સભ્યએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં કોવિડશિલ્ડ વેક્સિન અને વોલન્ટિયરના આક્ષેપોની વચ્ચે પ્રાસંગિક જોડાણના પુરાવા મળ્યા નથી.

કોવિડશિલ્ડ વેક્સિન અને વોલન્ટિયરના આક્ષેપોની વચ્ચે પ્રાસંગિક જોડાણના પુરાવા મળ્યા નથી
સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા કોવિડ-19 રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણના 40 વર્ષીય વોલન્ટિયર અને બિઝનેસ કન્સલ્ટન્ટે આક્ષેપ મૂક્યો કે, આ રસી સલામત નથી. તેનાથી મને ન્યૂરોલોજીકલ બ્રેકડાઉનની સાથે સાથે કોગ્નીટિવ ફંક્શન્સ (મગજથી થતી જ્ઞાાન પ્રક્રિયા)માં નુકસાન જેવી આડઅસરો થઈ હતી. જે અંગે તેણે પાંચ કરોડ રૂપિયાનો દાવો પણ માંડયો છે. ‘કોવિડશિલ્ડ’ના 40 વર્ષના વોલન્ટિયર બિઝનેસ કન્સલ્ટન્ટ છે અને તેમના વકીલે એનજીઆર પ્રસાદે જણાવ્યું કે, પરિક્ષણ માટેે રસી આપવામાં આવી તે પછી વોલન્ટિયરને ન્યૂરોલોજીકલ (મગજ સંબંધિત) ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. અમે આ રસીના પ્રરિક્ષણની સાથે તેના ઉત્પાદન અને વિતરણની મંજૂરી રદ કરવા માટે માંગણી કરીએ છીએ.

વોલન્ટિયરને ન્યૂરોલોજીકલ (મગજ સંબંધિત) ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે
કોરોનાની રસીની ગંભીર આડઅસરોના આક્ષેપની સાથે વોલન્ટિયરે પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)ને નોટીસ ફટકારી છે. જે ઓક્સફર્ડ યુનિવર્સિટીન્ને એસ્ટ્રા ઝેનેકા નામની ફાર્માસ્યુટીકલ કંપનીની સાથે મળીને કોરોનાની ‘કોવિડશિલ્ડ’ રસી તૈયાર કરી રહ્યું છે. રસીના પ્રાયોજકોમાં સામેલ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ તેમજ પરિક્ષણ હેઠળની રસી વોલન્ટિયર સુધી પહોંચાડનાર શ્રી રામચંદ્ર ઈન્સ્ટીટયૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચને પણ નોટીસ ફટકારવામાં આવી છે.

ઈન્સ્ટીટયૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચને પણ નોટીસ ફટકારવામાં આવી
આ નોટિસ 21મી નવેમ્બરે ફટકારવામાં આવી હતી અને તે અંગે હજુ કોઈ જવાબ મળ્યો નથી. વોલન્ટિયરે આક્ષેપ મૂક્યો છે કે, રસીનો ડોઝ લીધા બાદ તેમને ગંભીર એન્કેફ્લોપથી (મસ્તિષ્ક વિકૃતિ)ની સમસ્યા થઈ હતી. આ એવી સમસ્યા છે કે, જેનાથી મગજને નુકસાન થયું હતુ. તમામ પરિક્ષણો અને ટેસ્ટ દર્શાવે છે કે, તેમને આ સમસ્યા રસીનો ડોઝ આપ્યા પછી જ થઈ છે. હાલમાં તેઓ જે પ્રકારનો આઘાત-સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સ્પષ્ટ દર્શાવે છે કે, જે રસીને જે પ્રકારે દર્શાવવામાં આવે છે, તેટલી સલામત તે નથી અને તમામ સ્ટેકહોલ્ડરો તેની આડઅસરને છુપાવવાની કોશીશ કરી રહ્યા છે. ઈજીજી ટેસ્ટ દર્શાવે છેે કે, મગજ પર તેની આંશિક અસર થઈ છે. જ્યારે સાયકાટ્રિક તપાસ બાદ જાણવા મળ્યું છે કે, વર્બલ અને વિઝ્યુઅલ મેમરી ફંક્શનમાં તેમજ કોગ્નીટિવ ફંક્શન્સ (મગજથી થતી જ્ઞાાનપ્રક્રિયા)ને પણ અસર થઈ છે.

વર્બલ અને વિઝ્યુઅલ મેમરી ફંક્શનમાં તેમજ કોગ્નીટિવ ફંક્શન્સ (મગજથી થતી જ્ઞાાનપ્રક્રિયા)ને પણ અસર થઈ
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, આ રસીના વોલન્ટિયર્સ માટેની માહિતી પત્રિકામાં જણાવવામાં આવ્યું હતુ કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડેવલપ કરેલી ‘કોવિડશિલ્ડ’ રસી સલામત છે અને આ માહિતીને માનીને 40 વર્ષીય બિઝનેસ કન્સલ્ટન્ટે તેના વોલન્ટિયર બનવાનું સ્વીકાર્યું હતુ અને તેણે 29મી સપ્ટેમ્બરે આ અંગેના ફોર્મ પર હસ્તાક્ષર કર્યા હતા, જે પછી કોરોનાવાઈરસ સામેના એન્ટીબોડીસનો તેનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને આ પછી તારીખ 1 ઓક્ટોબરે વોલન્ટિયરને રસી આપવામાં આવી હતી અને ત્યાર બાદ શરૂઆતના 10 દિવસ સુધી કોઈ આડઅસર જોવા મળી નહતી. જે પછી તેને માથામાં સખત દુ:ખાવો અને વોમિટિંગ જેવી સમસ્યાઓ થઈ હતી. વોલન્ટિયર આસ-પાસની પરિસ્થિતિનો કોઈ પ્રતિભાવ આપતો નહતો અને સવાલોના જવાબ પણ આપતો ન હોવાથી ડોક્ટરે સીટી સ્કેન કરવાનો નિર્ણય લીધો હતો. તે વ્યક્તિના વર્તનમાં ઘણા ફેરફારો આવી ગયા હોવાનું પણ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.

સીરમ ઈન્સ્ટીટયૂટે આક્ષેપ મૂકનારા વોલન્ટિયર પાસે રૂા. 100 કરોડનું વળતર માંગ્યું
કોરોનાની કોવિડશિલ્ડ રસીના પરિક્ષણને કારણે મગજની ગંભીર બીમારી થઈ હોવાની ફરિયાદ સાથે પાંચ કરોડ રૂપિયાનો દાવો માંડનારા ચેન્નાઈના 40 વર્ષીય વોલન્ટિયર સામે સીરમ ઈન્સ્ટીટયૂટે રૂપિયા 100 કરોડનું વળતર માંગ્યું છે. સીરમ ઈન્સ્ટીટયૂટે જણાવ્યું છે કે, લીગલ નોટિસમાં કરવામા આવેલા આક્ષેપો દ્વેષપૂર્ણ અને ખોટા છે અને તેનાથી થયેલા નુકશાન અંગે રૂપિયા 100 કરોડના વળતરની માગણી કરી છે.
READ ALSO
- VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત
- સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી
- વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું છે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?
- પાકિસ્તાનની ISIના પૂર્વ ડિરેક્ટર હતા INDIAN RAWના જાસૂસ, સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમમાં જવાબ રજૂ કરતાં ખળભળાટ
- 5 દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા : 3300 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, બજેટ પહેલાં રાખજો સાવધાની નહીં તો મર્યા