GSTV
Gujarat Government Advertisement

મેક્સિકોમાં કોરોનાનાં કારણે દર મિનિટે એકથી વધુ મોત, જાપાન ધરાર ટોકિયો ઓલમ્પિક યોજશે

Last Updated on January 23, 2021 by Mansi Patel

મેક્સિકોમાં કોરોના મહામારી શરૂ થયા બાદ સૌથી મોટો મરણાંક ગુરૂવારે 1803 મોત થવાને પગલે નોંધાયો છે. મેક્સિકોમાં દર મિનિટે એક કરતાં વધારે જણના મોત થયા હતા. એક દિવસમાં કોરોનાના નવા 22,239 કેસ નોંધાયા હતા. મેક્સિકો દ્વારા આરોગ્ય કર્મચારીઓને ફાઇઝરની કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.

દરમ્યાન દુનિયામાં કોરોનાના નવા 1,41,405 કેસ નોંધાવાને પગલે કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને 98,205,841 થઈ ચે. કોરોનામાં 4448 જણાના મોત થવા સાથે કુલ મરણાંક 21,03,068 થયો છે. દરમ્યાન ચીનમાં નાણાંકીય કેન્દ્ર ગણાતાં શાંઘાઈમાં કોરોનાનો સ્થાનિક કેસ નોંધાવાને પગલે તમામ હોસ્પિટલના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. બિજિંગમાં પણ બે જિલ્લાઓમાં વીસ લાખ કરતાં વધારે લોકોના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ચીની નવા વર્ષમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે આ સામૂહિક ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. બિજિંગના સધર્ન ડિસ્ટ્રીક્ટમાં આ મહિનાના આરંભે કોરોનાના કેસ જણાયા બાદ તે તો લોકડાઉન હેઠળ જ છે.

બિજિંગમાં અધકારીઓએ જણાવ્યું હતું કે તેઓ નવો રોગચાળો ફાટી ન નીકળે તે માટે દસ ડિસેમ્બર બાદ શહેરમાં પ્રવેશેલી તમામ વ્યક્તિઓનો ટેસ્ટ કરશે. હવે બિજિંગમાં નવા કિવોરન્ટાઈન નિયમ અનુસાર 28 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. નવા વર્ષની ઉજવણી માટે મધ્ય ફેબુ્રઆરીમાં લોકો વતન જવા ઉમટે ત્યારે કોરોનાનો ચેપ ઝડપથી પ્રસરવાનો અંદેશો આરોગ્ય અધિકારીઓને છે.

બીજી તરફ જાપાને આ સમરમાં ટોકિયો ઓલિમ્પિક્સ યોજવાના મામલે આગેકૂચ શરૂ કરી છે. કોરોના મહામારી બાબતે ચિંતા વધવા છતાં જાપાને લંડનના ધ ટાઇમ્સ અખબારના ઓલિમ્પિક્સ રમતોત્સવ સમયસર ન યોજાવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. સરકાર કોઈપણ હાલતમાં ટોકિયો ઓલિમ્પિક્સ યોજવા માટે પ્રતિબદ્ધ છે.

કોરોના

દરમ્યાન ફિલિપાઈન્સમાં સંસદસભ્યોએ કોરોના મહામારીમાં લોકોનું અભિવાદન અલગ રીતે કરવા માટે એક નવો કાયદો ઘડી કાઢ્યો છે. કોરોના મહામારીમાં સલામત રીતે અભિવાદન કરવાની આ નવી રીતમાં જમણા હાથની હથેળીને સામેની વ્યક્તિની છાતી પર હળવેથી ટેકવીને માથું નમાવી અતવા નજર નીચી કરી અતવા આંખ બંધ કરીને અભિવાદન કરવાનું રહેશે. આ નવીન અભિવાદનને બેટિંગ ફિલિપિનો તરીકે ઓળખાવવામાં આવ્યું છે. દુનિયાભરમાં લોકો હવે કોરોનરાનો ચેપ લાગતો ટાળવા માટે એકમેકને પગ અથવા કોણી અડાડીને અભિવાદન કરતાં થઈ ગયા છે.

કોરોના

રોઇટર્સના અહેવાલ અનુસાર કોરોના મહામારી હોવા છતાં ગયા વર્ષે કેનેડાએ હજારો લોકોને ડિપોર્ટ કર્યા છે. અન્ય ઘણાં દેશોની જેમ કેનેડા પણ કોરોનાના બીજા મોજાને અટકાવવા માટે તેના રહેવાસીઓને ઘિરમાં રહેવા માટે વિનંતી કરી રહ્યા છે. કેનેડાએ નવેમ્બરથી ડિપોર્ટેશન ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો તેને વકીલો અને માનવ અધિકારવાદીઓએ વખોડયો હતો. કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીના આંકડાઓ અનુસાર કેનેડાએ 2020માં 12,122 જણાને ડિપોર્ટ કર્યા હતા જે આગલા વર્ષ કરતાં 875 વધારે હતા.

કોરોના

સરકારે જણાવ્યું હતું કે આ ડિપોર્ટેશન જરૂરી હતું અને તે સલામત રીતે કરવામાં આવ્યું હતું. ઘણાં લોકો આપમેળે પરત ગયા હોવાતી આ વર્ષે આંકડો મોટો થયો હોવાનું સરકારે જણાવ્યું હતું. જે લોકો આપમેળે જાય તેમને એડમિનિસ્ટ્રેટિવ રિમૂવલ કહે છે. 2019માં આવા લોકોની સંખ્યા 1657 હતી જે ગયા વર્ષે વધીને 8215 થઈ હતી. 2020માં ડિપોર્ટ કરવામાં આવેલા મોટાભાગના લોકોને પરત રવાના કરવા પાછળનું કારણ નોનકમ્પ્લાયન્સ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!