GSTV
India News Trending

પોતાના બાળકોની ચિંતા કરતા માતા-પિતાને મળી રાહત, ભારતમાં હવે સગીરોને કોરોનાની રસી આવવાનો રસ્તો થઈ ગયો સાફ

બાળકો

ભારતમાં હવે સગીરોને કોરોનાની રસી આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પોતાના બાળકોની ચિંતા કરતા માતા-પિતાને રાહત મળી છે. જોકે સવાલ એ થાય છે કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોરોના કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી કેટલો ખતરો છે.?? દેશમાં 15 વર્ષથી વધુ વય જૂથના સગીરોને રસી અપાશે. પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં બે વર્ષના બાળકોને પણ વેક્સીન આપવામાં આવી રહી છે.

કોરોનાની રસી News in Gujarati, Latest કોરોનાની રસી news, photos, videos

કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને લઈ હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે. અને વિસ્તૃત જાણકારી સામે આવવાની બાકી છે. પૂરી દુનિયામાં નિષ્ણાતો અને ડોક્ટરો બાળકોને કોરોનાની રસી આપવા અપીલ કરી રહ્યા છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે બાળકોમાં ભલે કોરોના સંક્રમણના ગંભીર લક્ષણ ન દેખાતા હોય પરંતુ તે વાયરસના સંવાહક રૂપે મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. કેટલાક દેશોમાં 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવામાં આવી રહી છે. ભારતમાં 15 થી 18 વયના સગીરોને રસી આપવામાં આવશે. શરૂઆતમાં માનવામાં આવતું હતું કે રસી વગર જ બાળકો કોરોનાને હરાવી શકે છે. પરંતુ તે માન્યતા ખોટી પડી છે. અનેક બાળકો કોરોનાથી સંક્રમિત થયાના કેસ નોંધાઈ રહ્યા છે.

15થી ઓછી ઉંમરના બાળકોને પણ ઘણા સતર્ક રાખવા જરૂરી છે. ભારતમાં તો હવે બાળકોને રસી આપવાની જાહેરાત થઈ. પરંતુ દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં બાળકોને રસી આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. બ્રિટનમાં 12થી 15 વર્ષ, ડેનમાર્કમાં 12થી 15 વર્ષ, સ્પેનમાં 12થી 19 વર્ષ, સ્વીડનમાં 12થી 15 વર્ષ, નોર્વેમાં 12થી 15 વર્ષ, અમેરિકા અને કેનેડામાં 12થી 17 વર્ષ, ચીનમાં 3 થી 17 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તો ક્યુબામાં બે વર્ષના અને ચિલીમાં તો 6 મહિના સુધી બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે.

દુનિયાના 40 જેટલા દેશો પોતાને ત્યાં બાળકોને વિવિધ વય જૂથમાં કોરોનાની રસી આપી રહ્યા છે. હલકા લક્ષણોને બાદ કરી દો તો આ દેશોમાં બાળકોને લગાવેલી રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. અમેરિકા અને ઈઝરાયલમાં બાળકોને એમઆરએનએ વેક્સિન આપવામાં આવી રહી છે. ભારતમાં ડીએનએ વેક્સીન ઝાયોકોવિડ-ડીને મંજૂરી મળી છે. આ ઉપરાંત DGCIએ ભારત બાયોટેક દ્વારા વિકસિત બાળકોની કોવિડ-19 રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સીન રસી 12 થી 18 વર્ષની વય જૂથના કિશોરોને આપી શકાય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari
GSTV