GSTV

Wedding Season / કોરોનાનું જોર ઓછું થતાં 25 લાખ થશે લગ્નો, 76 ટકા લોકોને હવે કોરોનાથી નથી લાગતો ડર

Last Updated on November 23, 2021 by Vishvesh Dave

દેશમાં કોરોનાનું જોર ઓછું થઈ ગયું છે અને તેના પગલે ત્રીજી લહેરનો ખતરો પણ ઓછો થયો છે. જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્નની સીઝનથી કોરોના ફેલાવાનો ખતરો ફરી ઉભો થાય તેવી શક્યતા છે.

Best Indian Wedding Season | Auspicious Wedding Dates

લોકલ સર્કલના અહેવાલ પ્રમાણે દેશમાં આગામી દિવસોમાં 25 લાખ લગ્નો થશે અને દરેક 10 પૈકીના 6 લગ્ન ધામધૂમથી યોજાવાના છે. લોકોમાં હવે કોરોનાનો ડર રહ્યો નથી અને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું પણ ઓછું થઈ રહ્યું છે.

લોકલ સર્કલે એક સર્વેમાં લોકોને સવાલ પૂછ્યો હતો કે, તમે નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ લગ્ન એટેન્ડ કરવાના છો ત્યારે તેના જવાબમાં 24 ટકા જ લોકો એવા હતા જેમણે કહ્યું હતું કે, અમને કોઈ લગ્ન માટે આમંત્રણ મળ્યું નથી. 44 ટકા લોકોએ લગ્નમાં જવાની તૈયારી કરતા હોવાનું કહ્યું હતું.

76 ટકા લોકોએ તો એમ કહ્યું હતું કે, હવે કોરોનાનો ખતરો રહ્યો નથી જ્યારે 22 ટકા લોકોએ કોરોના સામે તકેદારી રાખવી જોઈએ તેમ કહ્યું હતુ. આ સર્વે દરમિયાન 9000 જેટલા લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

ALSO READ

Related posts

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!