GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સોશિયલ ડિસ્ટન્સિંગ માટે રેલવેએ બનાવ્યુ અનોખું ડિવાઈસ, અંતર ઘટશે તો વાગશે એલાર્મ

કોરોના વાયરસ મહામારી વચ્ચે દક્ષિણી રેલવે સિગ્નલ એન્ડ ટેલીકોમ્યુનિકેશનના એન્જીનીયરોએ સોશ્યલ ડિસ્ટન્સીંગ બનાવી રાખવા માટે એક ડિવાઈસ બનાવવામાં આવી છે. આ ડિવાસના માધ્યમથી કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળશે અને તેને ફેલાવવાથી રોકવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે બે ડિવાઈસ એક બીજાથી ત્રણ મીટર કરતા ઓછા દુર રહીને ચાલતા હશો તો આલાર્મ વાગવા લાગશે. તેનાથી જાણી શકાય છે કે, સોશ્યલ ડિસ્ટન્સીંગ બનાવવાની છે. ડિવાઈસ પર્સ અને ખીસ્સામાં પણ ફીટ થઈ જાય છે અને ઘડીયાળ ઉપર પણ ઉપયોગ કરી શકાય છે. તેનું વજન લગભગ 30 ગ્રામ છે.

દક્ષિણ રેલવેના બે એન્જીનિયરે વિકસાવ્યું ડિવાઈસ

દક્ષિણ રેલવેના ત્રિવેન્દ્રમ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સિગ્નલ એન્ડ ટેલીકમ્યુનિકેશન એન્જીનિયર આર દિનેશે જણાવ્યું કે આ ઓન ડ્યુટી રેલવે કર્મચારીઓની સુરક્ષા માટે બનાવવામાં આવ્યું છે. તેમણે પોતાના જૂનિયર એન્જીનિયર આર નિધેજની સાથે મળીને આ ડિવાઈસની વિકસીત કર્યું છે. તેમણે જણાવ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સીંગ વાગતું રહેશે, જ્યાં સુધી તેમની વચ્ચે ત્રણ મીટરથી વધારે જગ્યા ન હોય.

વધારે કામની ચીજ સાબિત થઈ શકે આ આલાર્મ

આલાર્મ વાગતા જ સમજાઈ જાય છે કે, નજીદીકી વધી રહી છે દુર જવાની જરૂરત છે. કામ કરવાની જગ્યા જેવી કે ઓફિસ, ફેક્ટરી વિગેરેમાં આ ડિવાઈસ બહુ જ કામની વસ્તુ સાબિત થઈ શકે છે. ડિવાઈસને ચાર્જરની મદદથી ચાર્જ કરી શકાય છે. એક વખત ચાર્જ કર્યાં બાદ બાર કલાક કરતા વધારે સમય સુધી કામ કરશે. દિનેશે વધુમાં કહ્યું કે, અમે એક પ્રોટોટાઈપ વિકસીત કર્યું છે અને તેમાં સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. અમે તેને મોટાપ્રમાણમાં બનાવવા માટે અન્ય ઝોનલ રેલવેના રેલવે કાર્યશાળાઓમાં પ્રોધોગિકીને સ્થળાંતરીત કરવા માટે તૈયાર છે.

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!