GSTV

અગ્નિકાંડમાં પાંચના કરૂણ મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જતાવ્યું દુ:ખ, તમામ જરૂરી મદદ કરવા તંત્રને કરી તાકીદ

ગુજરાતના રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડ અંગે પીએમો તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગને કારણે પાંચ જણાના મોતને લઇને વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યુ છે. આને કમનસીબ ઘટના ગણાવી દુખ વ્યકત કરવામા આવ્યુ છે. તો ઇજાગ્રસ્તોની ઝડપથી સાજા થવાની પણ પ્રાર્થના કરવામાં આવી છે. અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ કરવા તંત્રને પણ તાકીદ કરી છે.

અસરગ્રસ્તોને તમામ જરૂરી મદદ કરવા તંત્રને પણ તાકીદ કરી છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં વીતી મધરાતે લાગેલી ભીષણ આગમાં છ દર્દીના કરુણ મોત થયા છે. હોસ્પિટલના બીજા મળો મશીનરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે. આ આગ જોતજોતામાં આખા આઇસીયુ વોર્ડમા પ્રસરી હતી. જેમાં એક પછી એક છ દર્દી જીવતા ભડથુ થયાની કરૂણ ઘટના બની છે.

હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ હતા. જેમાંથી 5ના મોત

હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ૧૧ દર્દીઓ દાખલ હતા. જેમાંથી 5ના મોત થયા છે. મૃતકોમાં રામસિંહ ભાઇ.. નીતિનભાઇ બદાણી.. રસિકલાલ અગ્રવાત.. સંજય રાઠોઙ. કેશુ અકબરી અને કિશોરભાઇનો સમાવેશ થાય છે. મધરાતે અંદાજે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર બ્રિગેડ પહોંચે અને આગને કાબૂમાં લે તે પહેલા આઇસીયુ વોર્ડ ઝપેટમાં આવી ગયો હતો.

ફાયર બિગ્રેડે આગ પર નિયંત્રણ તો મેળવ્યુ પરંતુ તે દરમિયાન છ કોરોનાના દર્દીઓના જીવતા ભડથુ થઇ જતા મોત થયા હતા. ઘટનાની જાણ થતા કલેકટર.. પોલીસ કમિશનર સહિતનો કાફલો મધરાતે હોસ્પિટલ પહોંચ્યો હતો. મહત્વનુ છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

ભાવનગરમાં નોંધાયો પહેલો બર્ડફલુનો પોઝિટિવ કેસ, પશુપાલન વિભાગ એક્શનમાં

Pritesh Mehta

સુરત: બુટલેગર સજ્જને વિદ્યાર્થીને માર્યો ઢોરમાર, ઘટના સીસીટીવીમાં થઇ કેદ

Pritesh Mehta

મમતાએ કહ્યું-‘ખેડૂતોને ખાલિસ્તાની-દેશદ્રોહી જાહેર કરવાનું ષડયંત્ર’, વડાપ્રધાન મોદીના રાજીનામાની કરી માંગ

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!