GSTV

દોડતા નહીં / કોરોનાથી મોતને ભેટનારને SDRF અંતર્ગત મળે છે રૂપિયા 4 લાખ? સતત વાયરલ થઈ રહેલા આ મસેજની જાણો આ છે સત્ય હકિકત

Last Updated on May 29, 2021 by Harshad Patel

જો તમે ક્યાંક વાંચ્યું હોય કે પછી સાંભળ્યું હશે કે કોરોના સંક્રમણથી મરનારા દર્દીઓને કેન્દ્ર સરકાર 4 લાખ રૂપિયા આપી રહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સરકાર એસડીઆરએફ (SDRF-State Disaster Response Fund) ફંડથી આ રકમ આપી રહી છે. PIB એ આ દાવાને ખોટો બતાવ્યો છે. પીઆઈબી સતત એવા સમાચારોથી લોકોને સતર્ક કરી રહી છે. જેનાથી અફવાઓ ફેલાતી હોય છે. પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે આવા ફેક ન્યૂઝથી લોકોને અવગત કરે છે.

કોરોના

સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ અંતર્ગત સ્વિકૃત માનદંડોમાં એવું કોઈ પ્રબંધન નથી

PIB Fact Checkમાં આ દાવો ખોટો કરવામાં આવ્યો છે. સ્ટેટ ડિઝાસ્ટર રિલિફ ફંડ અંતર્ગત સ્વિકૃત માનદંડોમાં એવું કોઈ પ્રબંધન નથી. જે હેઠળ કોવિડ-19ના કારણે મોત થવા પર 4 લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવશે.

દિલ્હી સરકારે વળતર માટે 6 ડોક્ટરોની એક કમિટી બનાવી

જણાવી દઈએ કે દિલ્હીમાં ઓક્સિજનની ઘટને કારણે જીવ ગુમાવનારા કોરોના દર્દીઓના પરિવારજનોને રાહત આપવા માટે કેજરીવાલ સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત એ આ જાહેરાતથી અલગ છે જેમાં મુખ્યમંત્રી કેજરીવાલે કોરોનાથી જીવ ગુમાવનારાના પરિવારજનોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. વળતર ક્યા આધાર પર લોકોને આપવામાં આવશે તેના માટે દિલ્હી સરકારે 6 ડોક્ટરોની એક કમિટી બનાવી છે.

આ પ્રાવધાન અંતર્ગત અપાય છે રૂપિયા 4 લાખ સુધીનું વળતર

પ્રાકૃતિ આપત્તિઓ પૂર, ભૂકંપ, અગ્નિકાંડ, ઝેરીલા ગેસ અથવા તો મોટા રોડ એક્સિડન્ડ, રેલવે દુર્ઘટના, હવાઈ દુર્ઘટના, મોટી બિલ્ડિંગો, પુલ ધસી પડવા પર રાહત કાર્યો માટે એનડીઆરએફ ટીમ બનાવવામાં આવી છે. એમ તો ઘણાં રાજ્યોમાં એનડીઆરએફ હોય છે.

આ રીતે તમે પણ પીઆઈબી ફેક્ટ ચેકને તમારી માહિતી મોકલી શકશો

તમને જણાવી દઈએ કે તમને જો કોઈ માહિતી અથવા જાણકારીમાં આપેલા તથ્યોને લઈને સંશય હોય તો તેને પીઆઈબી ફેક્ટ ચેકને મોકલી શકો છો. એની સંપૂર્ણ તપાસ કર્યા પછી યોગ્ય માહિતી આપવામાં આવશે. એના માટે તમે કેટલાય માધ્યમોથી પીઆઈબી ફેક્ટચેકથી તમારી વાત રજૂ કરી શકો છો. તમે ઈચ્છો તો તેને +91 8799711259 પર વ્હોટ્સએપ કરી શકો છો અથવા [email protected] પર ઈમેલ કરી શકો છો. આ ઉપરાંત તમે ટ્વિટર પર @PIBFactCheck અથવા ઈંસ્ટાગ્રામ પર /PIBFactCheck અથવા ફેસબુક પર /PIBFactCheck ના માધ્યમથી સંપર્ક કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જોરદાર સ્કીમ/ 25 રૂપિયા લીટર સસ્તું પેટ્રોલ મેળવવાનો મોકો, આ રીતે ફટાફટ ઉઠાવો લાભ

Bansari

ચિંતાજનક / શું છે સુપરબગ, કેવી રીતે દર વર્ષે 13 લાખ લોકોનો લઈ રહ્યો છે જીવ: કોરોના સાથેના કનેક્શન પણ જાણી લો

GSTV Web Desk

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!