GSTV
Gujarat Government Advertisement

‘બંગાળમાં ડબલ એન્જિન સરકાર બનાવવાના ચક્કરમાં ભારતને બરબાદી તરફ ધકેલી દીધું, 6 મહિના કોરોનાનું ન કર્યું કામ

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે કહ્યું કે, ‘દેશમાં કોરોના સંકટ એટલે જોવા મળી રહ્યું છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા 6 મહિનામાં કોઈ કામ જ નથી કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ બંગાળ પર કબજો કરવાના ચક્કરમાં સતત પશ્ચિમ બંગાળના પ્રવાસે આવતા રહેતા હતાં.’ મમતા બેનર્જી વિધાનસભામાં ટીએમસીના ધારાસભ્ય બિમાન બંદોપાધ્યાય સતત ત્રીજી વાર અધ્યક્ષ બન્યા બાદ બોલી રહ્યાં હતાં.

તેમણે કહ્યું કે, ‘બંગાળમાં ડબલ એન્જિન સરકાર બનાવવાના ચક્કરમાં તેમણે ભારતને બરબાદી તરફ ધકેલી દીધું. 6 મહિનામાં કેન્દ્ર સરકારે કોઈ કામ નથી કર્યું, તેઓ બંગાળ પર કબજો જમાવવા રોજ અહીં આવતા હતા. બેનર્જીએ વેક્સિનેશન મુદ્દે માંગ કરતા કહ્યું કે, કેન્દ્રની પ્રાથમિકતા નવું સંસદ ભવન, વડાપ્રધાન આવાસ અને સ્ટેચ્યુ છે, જેમની પર 50 હજાર કરોડનો ખર્ચ કરવાને બદલે વેક્સિનેશન પર ફોક્સ કરવાની જરૂર છે.

વેક્સિન

દેશમાં કોરોનાના કહેર યથાવત્ છે. કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં દર્દીઓના મોત થઈ રહ્યાં છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને નવી માહિતી આપી છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ‘ગત 7 દિવસોમાં દેશના 180 જીલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ નથી જોવા મળ્યો. જ્યારે 18 જિલ્લા એવા છે જ્યાં ગત 14 દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. 21 દિવસથી એક પણ કેસ ના નોંધાયો હોય તેવા 54 જિલ્લા છે.’

કોરોના

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 17 કરોડ 49 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયાં

વેક્સિન મુદ્દે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ભારત સરકારે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 17 કરોડ 49 લાખથી વધુ વેક્સિન ડોઝ આપ્યા છે. જેમાંથી 16 કરોડ 65 લાખથી વધુ વેક્સિનનો ડોઝ લોકોને આપવામાં આવ્યો છે. 84 લાખ જેટલા વેક્સિન ડોઝ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ પાસે ઉપલબ્ધ છે. આગામી 3 દિવસમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધુ 53 લાખ વેક્સિન ડોઝ મોકલવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!