GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કોરોનાને નાથવા આ દેશે તમ્બાકુથી બનાવી વેક્સીન, હ્યુમન ટ્રાયલ માટે કરી અરજી

એપ્રીલમાં બ્રિટીશ અમેરિકન ટોબેકો નામની કંપનીની સબ્સડિયરી કંપની કેંટકી બાયોપ્રોસેસીંગે કહ્યું કે, તે એક પ્રાયોગિક કોવિડ-19 વૈક્સીન બનાવી રહ્યાં છે. આ વેક્સીન તમ્બાકુથી બનાવવામાં આવી રહી છે. જ્યારે કપંનીએ જલ્દી જ તેનું માનવી પરિક્ષણ કરીને હ્યુમન ટ્રાયલ કરવા જઈ રહી છે.

લંદન સ્થિત લકી સ્ટ્રાઈક સીગરેટ બનાવનાર આ કંપનીએ દાવો કર્યો છે કે આ તમ્બાકુના પત્તાથી કાઢવામાં આવેલા પ્રોટીનથી વેક્સીન તૈયાર થઈ ચુકી છે.

લકી સ્ટ્રાઈક સીગરેટ ચીફ માર્કેટિંગ ઓફિસર કિંગ્સલે વ્હીટને કહ્યું કે કંપની અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનથી હ્યુમન ટ્રાયલની અનુમતી આપવા માટે અર્જી કરી છે. જે કોઈપણ સમયે મળી શકે છે.

વ્હીટને કહ્યું કે, અમને આશા છે કે અમે માનવી પરિશ્રણ માટે અનુમતી મળી જશે. જેનાથી કોરોના વાયરસ મહામારીથી બચાવી શકાય. અમારી વેક્સીને પ્રિ-ક્લીનીકલ ટ્રાયલમાં કોવિડ-19 સામે સારો રિસ્પોન્સ દેખાડ્યો છે.

કંપનીએ દાવો કર્યો છે કે, અમે જેવી રીતે વેક્સીન બનાવી રહ્યાં છે તે અલગ છે. અમે તમ્બાકુના છોટમાંથી પ્રોટીન કાઢીને તેને કોવિડ-19 વેક્સીનના જીનોમ સાથે મિક્સ કર્યાં. જેનાથી અમારી વેક્સીન તૈયાર થઈ છે. અમે કેટલાક જેનેટિક એન્જીનીયરીંગ પણ કર્યાં છે.

કંપની પ્રમાણે પારંપરિક રીતે આ તુલનામાં આ પદ્ધતિથી વેક્સીન બનાવવાનો સમય ઓછો લાગે છે. તેનાથી ફાયદો થશે કે અમે મહિનાઓ કરતા માત્ર કેટલાક અઠવાડીયાઓમાં જ વેક્સીન બનાવી લઈએ છીએ.

સમગ્ર દૂનિયામાં તમ્બાકુ ઉત્પાદનકર્તા આ સમયે કોરોના વેક્સીન બનાવવાની રેસ કુદી ચુક્યાં છે. ફિલિફ મોરીસ ઈન્ટરનેશનલમાં મેડિકારો ઈનકોર્પોરેશન કંપની પણ તમ્બાકુ આધારીત વેક્સીન બનાવવામાં લાગી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેની દવા આવનારા વર્ષના પ્રથમ છ મહિનામાં આવી જે.

ડબલ્યુએચઓના ચીપ સાઈટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, આ સમયે દુનિયામાં 24 વેક્સીન ઉપર ક્લિનીકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. જ્યારે તેની સફળતાનો દર અત્યારસુધીમાં 10 ટકા દેખાઈ રહ્યો છે.

સૌમ્યાએ કહ્યું કે તમ્બાકુથી વેક્સીન બનાવી સાંભળવામાં અજીબ લાગે છે. પણ થઈ શકે છે કે તે સફળ બને, તેનાથી શરીમાં અન્ય પ્રકારના સાઈડ ઈફેક્ટ્સ થઈ શકવાની સંભાવના પણ રહેલી છે. કારણ કે સીગરેટ પીવાથી તો કોવિડ-19 દર્દીઓની મુશીબતોમાં વધારો થઈ રહ્યો છે.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!