GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

દર્શકોને હસાવીને લોટપોટ કરવા આવી રહી છે ‘ફુકરે 3’, આ ફિલ્મમાં જોવા મળશે કોવિડ-19ની દુનિયા

2013માં ફૂકરે આવી, 2017માં ફૂકરે રિટર્ન આવી અને હવે ફૂકરે-3 આવી રહી છે. આ ફિલ્મે પ્રેક્ષકોનું ખાસ્સું મનોરંજન કર્યું હતું અને હવે આ વખતે મૃગદીપસિંહ લાંબા  કહે છે કે તેની હિટ ફૂકરે ફ્રેન્ચાઇઝીના ત્રીજા ભાગમાં તે કોરોના વાયરસની સ્થિતિનો કેટલોક ભાગ મૂકવાનું વિચારી રહ્યા છે. અગાઉની ફૂકરે અને ફૂકરે રિટર્નની માફક આ વખતની ફૂકરે-3માં પણ દર્શકોનું ભરપુર મનોરંજન થશે. આ ફિલ્મમાં સામાજિક સંદેશ પણ હશે.

કોરોના અને લોકડાઉનની દુનિયા જોવા મળી શકે

ફરહાન અખ્તર અને રિતેશ સિંધવાનીની એક્સેસ એન્ટરટેનમેન્ટ આ ફ્રેન્ચાઇઝીની નિર્માતા છે. તેના  ડાયરેક્ટરે કહ્યું કે ફૂકરે -3માં વૈશ્વિક મહામારી અને લોકડાઉન અંગેની વાતો કરવાનું વિચારી રહ્યા છીએ. આ વખતે પણ એક કડવુ સત્ય જોવા મળશે જેને લોકો હંમેશાં યાદ રાખશે અને તેને અમે હળવા અંદાજમાં રજૂ કરવાના છીએ. મૂળ વાર્તામાં કોરોનાનો ઉલ્લેખ ન હતો. પણ હવે અમે વિચારી રહ્યા છીએ કે તેના વિશે પણ ઉલ્લેખ કરવો છે. જોકે અમારે આ બાબતે સાવચેતી રાખવાની છે કે કોરોનાની પરિસ્થિતિને અમે કેવી રીતે જોઇ રહ્યા છીએ અને પરાણે તેને વાર્તામાં સામેલ કરી છે તેવું લાગવું જોઇએ નહીં.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!