ચીનથી ફેલાયેલ કોરોના વાયરસ મહામારીને પગલે સમગ્ર વિશ્વજગતનું અર્થતંત્ર ખાડે ગયું છે. ભારતમાં તેની ઓછી અસર થઈ છે અને ઝડપી રિકવરીના ખોટા દાવા કરતા રાજકીય અને આર્થિક નિષ્ણાંતોને આજે ભારતની સેન્ટ્રલ બેંકના વડાએ જ લપડાક આપી છે.
ભારત માટે કોરોના કાળ સદીનો સૌથી કપરો સમય : RBI
આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યું કે ભારત માટે કોરોનાકાળ છેલ્લા 100 વર્ષો એટલે કે એક સદીનો સૌથી કપરો આર્થિક અને આરોગ્ય સંકટ છે. SBI દ્વારા આયોજિત સાતમી બેંકિંગ અને ઈકોનોમીક કોન્કલેવમાં ગવર્નર દાસે SBI ચેરમેન રજનીશ કુમાર સાથેની વાતચીતમાં સ્વીકાર્યું કે ભારતની આર્થિક પરિસ્થિતિ લોકડાઉનને પગલે અટકી પડી છે. સમગ્ર દેશની સપ્લાય ચેઈન તૂટી છે અને ત્યારબાદ ચીન સાથેના સીમાવિવાદને પગલે આયાત-નિકાસમાં પણ ભારે ફટકો પડી શકે છે. કોરોનાને કારણે શહેરી અને ગ્રામિણ માંગને ભારે ફટકો પડ્યો છે. આવકના સાધન બંધ થયા બાદ હવે બેકારી સૌથી મોટી સમસ્યા બનશે.

બેંકોની એનપીએ વધવાનો ખતરો
રોજગાર સર્જનની સાથે હવે સરકારે અર્થવ્યવસ્થા પર પણ ચાંપતી નજર રાખવી પડશે. લોકોની આવક 3 મહિના બંધ રહી અને હવે બેરોજગારી ઉભી થશે. કોરોનાને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થયા છે અને નોકરીઓ જતા હવે લોનની પરત ચૂકવની પણ મોટી સમસ્યા સર્જશે. RBI દ્વારા આપેલ લોન મોરેટોરિયમ છ માસ સુધી લંબાવાયો છે, તેની અસર નહિવત થાય તે માટે બેંકો અને રીઝર્વ બેંક સાથે મળીને કામકાજ કરી રહ્યાં છે. પરંતુ, બેંકોની એનપીએ વધવાનો ખતરો તો રહેશે જ. લોનબુક અને એનપીએની સ્થિતિ ડિસેમ્બર કવાર્ટર સુધીમાં સ્પષ્ટ થશે.
RBI ગવર્નરની મુખ્ય વાતો
આ મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાના પાયા હચમચાવી નાંખ્યા છે
કોરોનાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન તૂટી છે કોરોના વકરી જ રહ્યો છે તેથી આ સપ્લાય ચેઈન ઝડપથી પાટે ચઢવાની કોઈ આશા નથી શ્રમ અને મૂડીની મૂવમેન્ટ વિશ્વભરમાં આહત થઈ છે, ભારત પર તેની અવિશેષ અસર
RBI માટે સૌથી મોટી જરૂરિયાત દેશના અર્થતંત્રને ધગધગતું રાખવાનો છે આ લક્ષ્યાંક પાર પાડવા માટે આર્થિક સમાનતાને પણ નજરઅંદાજ નહિ કરાય
RBIએ હરહંમેશ જરૂરી પગલા લીધા છે, કોરોનામાં પણ આપણે આગમચેતી રાખી પગલાં લીધા લિક્વિડિટીની સમસ્યા અને બજારમાં ફરી વિશ્વાસ પેદા થાય, માંગ વધે તે માટે RBI કાર્યરત છે
ફેબ્રુઆરી બાદ RBIએ 9.57 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જે દેશની કુલ જીડીપીના 4,9% છે RBI બજારની સ્થિતિને જોતા વ્યાજદરમાં ફેબ્રુઆરી બાદ ઐતિહાસિક 2.5%નો કડાકો આજદિન સુધી કર્યો છે
કોરોના આપણી સંચાલન પદ્ધતિ અને રિકવરી માટેની ક્ષમતાની સૌથી મોટી પરીક્ષા હશે
READ MORE:
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી