GSTV
India News Trending

કોરોના સારવારની આ સૌથી સસ્તી દવા આવી ગઈ બજારમાં, 103 રૂપિયામાં મળશે ટેબ્લેટ

ગ્લેનમાર્કે કોરોના વાયરસ માટે દવા શોધી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ -19 થી પીડિત દર્દીઓની સારવાર માટે એન્ટિવાયરલ દવા ફેવિપીરાવીરને ફેબીફ્લુ બ્રાન્ડ નામથી રજૂ કરી છે. કંપનીએ શનિવારે આ માહિતી આપી હતી. મુંબઇ સ્થિત કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે તેને ભારતના કમ્પ્ટ્રોલર અને એડિટર જનરલ (ડીજીસીઆઈ) એ ડ્રગના ઉત્પાદન અને માર્કેટિંગ માટેની મંજૂરી મળી છે. કંપનીએ કહ્યું કે ફેબિફ્લૂ એ કોવિડ -19 ની સારવાર માટે ફેવિપિરાવીર દવાને મંજૂરી આપવામાં આવી છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર ગ્લેન સલ્દાન્હાએ કહ્યું, આ મંજૂરી એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. એમાં આપણી સ્વાસ્થ્ય સેવા પ્રણાલી ખૂબજ દબાવમાં છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ફૈબિફ્લૂ જેવી પ્રભાવી કોરોના ઈલાજ માટેની દવાની ઉપલબ્ધતાથી તે દબાવને ખૂબજ મોટા પ્રમાણમાં ઘટાડવામાં મદદ મળશે.

દેશભરમાં દર્દીઓને સરળતાથી મળી રહેશે

સલ્દાન્હાએ જણાવ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ફેબીફ્લુએ હળવા કોરોનાવાયરસ સંક્રમણથી પીડિત દર્દીઓમાં ખૂબજ સારા પરિણામો દર્શાવ્યા છે. આ ઉપરાંત તે એક ખાવાની દવા છે. જે સારવાર માટે ખૂબ જ અનુકૂળ વિકલ્પ છે. તેમણે કહ્યું કે, કંપની સરકાર અને તબીબી સમુદાય સાથે મળીને આ દવા દેશભરના દર્દીઓ માટે સરળતાથી ઉપલબ્ધ બનાવવા માટે કામ કરશે. ડોક્ટરની સલાહથી આ દવા 103 રૂપિયા પ્રતિ ટેબ્લેટના ભાવે બજારમાં મળી રહેશે.

15 દિવસનો રહેશે દવાનો કોર્સ

આ દવાનો ડોઝ પ્રથમ દિવસે 1,800 મિગ્રા.ની બે ગોળી લેવાની રહેશે. તે પછી 800 મિલિગ્રામના દરરોજ બે ડોઝ મુજબ 14 દિવસ માટે લેવાનો રહેશે. અર્થાત દર્દીએ 15 દિવસ સુધી આ દવા લેવાની રહેશે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું હતું કે, ડાયાબિટીઝ અથવા હૃદય રોગથી પીડાતા ઓછા સંક્રમણવાળા દર્દીઓને પણ દવા આપી શકાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શનિવારે દેશમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 14,516 કેસ નોંધાયા છે. હવે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 3,95,048 પર પહોંચી ગઈ છે. રોગચાળો અત્યાર સુધીમાં 12,948 લોકોના મોતનો ભોગ બન્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં કેટલાંક ડેમમાંથી પાણી છોડવાની સંભાવના, પૂરની આપી ચેતાવણી, જાણો- તમારા શહેરની પરિસ્થિતી

Hemal Vegda

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed
GSTV