દેશમાં કોરોનાની વેક્સીન બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યુ છે. કેન્દ્ર સરકાર પણ દરેક વ્યક્તિને કોરોના વેક્સીન આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. વેક્સીનના સ્ટોરેજ, તેના માટે કોલ્ડ ચેન સહિત દરેક નાની મોટી વસ્તુઓ પર સીધુ પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નજર રખાઈ રહી છે. પીએમ મોદીએ શનિવારે દેશમાં બની રહેલી 3 મુખ્ય કોરોના વેક્સીનની સમીક્ષા કરી છે. ત્યારે હવે વેક્સીન ટ્રાંસપોર્ટ માટે લઝ્મબર્ગની એક કંપનીની સાથે કરાર કરવા પણ વિચાર કરી રહ્યા છે. આ કંપની પોતાના નિષ્ણાંતોને ભારત મોકલી રહી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે લક્ઝમબર્ગના પ્રધાનમંત્રીએ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. જેના પર વડાપ્રધાન મોદી પણ ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. બેટલે 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સાથે લક્ઝમબર્ગની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન આ પ્રસ્તાવ આપ્યો હતો. આ દિશામાં ઘણી પ્રગતિના સંકેત પણ જોવા મળી રહ્યા છે. પ્રસ્તાવ મુજબ ગુજરાતમાં રેફ્રિઝરેટેડ વેક્સીન ટ્રાંસપોર્ટેશન પ્લાન્ટ લગાવાનો છે. જેનાથી દેશના ખૂણે ખૂણે, અંતરિયાળ ગામડા સુધી વેક્સીન પહોંચાડવામાં મદદ મળશે.
At the Bharat Biotech facility in Hyderabad, was briefed about their indigenous COVID-19 vaccine. Congratulated the scientists for their progress in the trials so far. Their team is closely working with ICMR to facilitate speedy progress. pic.twitter.com/C6kkfKQlbl
— Narendra Modi (@narendramodi) November 28, 2020
રિપોર્ટ જણાવ્યા પ્રમાણે લક્ઝમબર્ગની કંપની બી.મેડિકલ સિસ્ટમની આગામી અઠવાડીયે એક હાઈ લેવલ ટીમને ગુજરાત મોકલશે. આ ટીમ વેક્સીન કોલ્ડ ચેન સ્થાપિત કરશે, જેમાં સૌર ઉર્જાથી ચાલતા રેફ્રિઝરેટર, ફ્રીઝર અને વે બોક્સને પણ સામેલ કરવામાં આવશે, જેમાં વેક્સીનને રાખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય. આમ તો આ પ્લાન્ટનો પુરો થવામાં લગભગ 2 વર્ષ જેટલો સમય નિકળી જશે. પણ કંપનીએ નિર્ણય કર્યો છે કે, હાલમાં લક્ઝમબર્ગથી રેફ્રિઝરેશન બોક્સ મગાવીને તુરંત કામ શરૂ કરવામાં આવશે.
આ રેફ્રિઝરેટેડ ટ્રાંસપોર્ટ બોક્સ-4 સેલ્સિયસથી -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે વેક્સીનને ડિલિવર કરવામાં સક્ષમ રહેશે. આમ તો લક્ઝમબર્ગની આ કંપનીની પાસે માઈનસ 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર વેક્સીનને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની ટેકનિક છે.
READ ALSO
- કાર્યક્રમમાં પહોંચેલા ભાજપના મંત્રી સ્થાનિકોની નારાજગીનો બન્યા ભોગ, પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ લીધો ઉધડો!
- ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ
- આનંદ મહિન્દ્રાની દિલદારી : ગાબામાં ઐતિહાસિક જીત મેળવીને આવેલા ખેલાડીઓને ભેટમાં આપશે THAR-SUV
- કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ
- જલ્દી કરો/ અહીં ગ્રાહકોને અપાઈ રહી છે આકર્ષક ઓફર, 2500 રૂપિયાની પૂર્વ ચૂકવણી પર મળશે 3000 રૂપિયાની ખરીદીનો મોકો