GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત

ભારત

Last Updated on April 21, 2021 by Bansari

કોરોનાવાયરસના વધતા સંક્રમળની વચ્ચે કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને રસી આપવાની જાહેરાત કરી છે. દરમિયાન, ઘણા રાજ્યોએ તમામને મફત રસી આપવાની પણ ઘોષણા કરી છે, પરંતુ કેન્દ્ર તરફથી રસીની કિંમત અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

કેટલી હોઈ શકે છે રસીની કિંમત??

મોટાભાગની કંપનીઓને અપેક્ષા છે કે જ્યારે રસીને ખાનગી બજારમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે, ત્યારે તેની કિંમત 700 થી 1000 રૂપિયાની વચ્ચે રહેશે. જોકે, સરકારે ડોઝ દીઠ 250 રૂપિયાની કિંમત નક્કી કરી છે.

વેક્સીન

1000 રૂપિયા હોઈ શકે છે કોવિશિલ્ડની કિંમત

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ અગાઉ જણાવ્યું હતું કે ખાનગી બજારમાં કોવિશિલ્ડની કિંમત લગભગ 1000 રૂપિયાની આસપાસ હશે. રશિયન રસી સ્પુતનિક વી ની કિંમત 750 રૂપિયા કરતા ઓછી હોવાની અપેક્ષા છે, જેનું ભારતમાં ઉત્પાદન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની કંપની ડૉ રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે

કોરોનાથી 2.95 લાખ નવા કેસ અને 2 હજારથી વધુ લોકોના મોત

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાવાયરસથી 2 લાખ 95 હજાર 41 લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 2023 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી, ભારતમાં કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા 1 કરોડ 56 લાખ 16 હજાર 130 સુધી પહોંચી છે અને 1 લાખ 82 હજાર 553 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોવિડ -19 ના સક્રિય દર્દીઓની સંખ્યા 21 લાખ 57 લાખ 538 પર પહોંચી ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રૂપાણી સરકારમાં અહીં લોકો પાણી વિનાના : 100 ઈંચ પડતો વરસાદ પણ અહીં લોકો હાલમાં ઉતરી રહ્યાં છે 50 ફૂટ કૂવામાં

Damini Patel

ટૂંક સમયમાં બાળકો પણ થશે કોરોના વાયરસથી સુરક્ષિત: બાળકો માટે કોરોના રસીનું ટ્રાયલ ટૂંક સમયમાં, એક્સપર્ટ ટીમે કરી ભલામણ

Pravin Makwana

મેઘરાજાની પ્રિમોન્સૂન તૈયારી શરુ: અરબી સમુદ્રમાં પાંચ દિવસમાં વાવાઝોડુ સર્જાશે, નજીકમાં જ આવી રહ્યુ છે ગુજરાતમાં ચોમાસુ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!