કોરોના વાયરસની તપાસ માટે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવાયેલી કિટની સપ્લાઇમાં ગતિ આવશે. પૂણે સ્થિત ડાયગ્નોસ્ટિક કંપની માયલેબ ડિસ્કવર સોલ્યૂશને ગુરૂવારે જણાવ્યું કે તેણે સીરમ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા અને એપી ગ્લોબલના ચેરમેન અભિજીત પવારની સાથે ભાગીદારી કરી છે. કે જેથી કોવિડ-19 પરીક્ષણ કીટની ઝપડથી સપ્લાઇ કરી શકાય. કંપનીની પરીક્ષણ કીટ ભારતમાં બનેલી પહેલી કીટ છે, જેને સીડીએસસીઓ તરફથી વાણિજ્યીક ઉત્પાદન માટેની મંજૂરી મળી ગઇ છે.
કોવિડ-19 ક્વોલિટેટિવ પીસીઆર કિટ નામ આપ્યું
કંપનીએ આ કિટને માયલેબ પેથોડિટેક્સ કોવિડ-19 ક્વોલિટેટિવ પીસીઆર કિટ નામ આપ્યું છે. માયલેબના જણાવ્યા પ્રમાણે આ ભાગીદારી અંતર્ગ રોકાણ કરવામાં આવેલા નાણાનો ઉપયોગ કોવિડ-19ના પરીક્ષણ કીટનું ઉત્પાદન વધારવા અને ડાયગ્નોસ્ટિક સમાધાનના વિસ્તાર માટે કરવામાં આવશે. માયલેબને કીટના વાણિજ્યીક ઉત્પાદન માટે સોમવારે જ મંજૂરી મળી છે. કંપનીનો દાવો છે કે એક કિટથી 1000 લોકોની તપાસ સંભવ છે.
100 સેમ્પલની તપાસ થાય છે
અત્યાર સુધી એક લેબમાં સરેરાશ દિવસ દરમિયાન 100 સેમ્પલની તપાસ થાય છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટરે હસમુખ રાવલે કહ્યું કે આ કીટને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત બનાવાઇ છે.. જે WHO અને અમેરાના સીડીસીના માપદંડ મુજબ તૈયાર કરાઇ છે. કિટને સ્થાનિક સ્તરે બનાવવાથી તેની પડતર કિંમત ઘટીને 25 ટકા થઇ જશે. અત્યારે કોરોનાની તપાસમાં ચાર કલાક લાગે છે. પરંતુ આ કીટના કારણે અઢી કલાકમાં કોરોનાની તપાસ સંભવ બનશે. આ કિટની અંદાજીત કિંમત 1200 રૂપિયા હશે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…